November 21, 2024

પંજાબનગરી ગામે યુધ્ધના ધોરણે પુલના નિમૉણની માંગ કરતાં આદિવાસી રહીશો,

Share to


* કિમ નદી બંને કાઠે વહેતા ૧૦ વધુ કુટુંબો સંપકૅવિહોણા બનતા નદી પાર કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી,


* માગૅ-મકાન વિભાગને કંઈ પડી નથી,રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નથી,


તા.૨૨-૭-૨૦૨૧ નેત્રંગ,


       નેત્રંગ તાલુકાના પંજાબનગરી ગામે યુધ્ધના ધોરણે પુલના નિમૉણની આદિવાસી રહીશો માંગ કરતાં ચકચાર મચી પામી છે,


      પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના પંજાબનગરી ગામની સીમમાંથી કીમ નદી વહે છે.જે કીમની સમાંતર જ એક બાજુ પંજાબનગરી ફળીયું અને બીજી બાજુ પંજાબનગરી ગામ વસેલું છે.જેમાં પંજાબનગરી ગામે આવેલ કીમ નદીની સામે પારના ફળીયાના ૧૦ જેટલા ઘરોમાં વસવાટ કરતાં અંદાજીત ૨૦ જેટલા લોકો અને તેમના બાળકોને કીમ નદી પાર કરી સામે પાર પંજાબનગરી ગામે અભ્યાસ અથૅ શાળામાં જવું પડે છે,અને ચોમાસામાં કિમ નદી બંને કાંઠે વહેતા તેને ઓળંગીને સામે પાર જવું અઘરૂ પડે છે.જેથી ઘણા લોકોએ પોતાના બાળકોને શાળાએ જવાનું બંધ કરાવી દેય છે.જ્યારે વૃદ્ધ મહિલા કે પુરુષોને તેમની જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા,દવાખાને,અનાજ દળવા ઘંટીએ જવા કીમ નદી પારને જવું પડે,ત્યારે નદી ઓળંગીને સામે પાર જવા માટે કોઈ સહારો નહીં હોવાથી તેમની મુશ્ક્લેઓનો કોઈ પાર રહેતો નથી,અને પશુપાલકો અને ખેડૂતો ઘાસચારો અને ખેતીકામ અર્થે નદી પર પુલ નહીં હોવાથી ઘણી વખત પાણી વધારે હોવાથી ગભરાય જતાં હોય છે.જ્યારે તેમના કોઈ સ્વજનનું અવસાન થાય ત્યારે ચોમાસામાં કીમ નદી પાર કરી વરસતા વરસાદમાં મૃતકની અંતિમક્રિયા કરવા સ્મશાને જવું પડે છે.જેના માટે આ નદી પાર કરવા સિવાય અન્ય કોઈ રસ્તો નહીં રહેતા ગરીબ આદિવાસી લોકોન હોવાથી સંપર્કવિહોણા બની જતાં હોય છે,અને રોડ-રસ્તાના પણ કોઇ ઠેકાણા નહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તેવા સંજોગોમાં પંજાબનગરી ગામના આદિવાસી રહીશો યુધ્ધના ધોરણે કિમ નદી ઉપર પુલના નિમૉણની માંગ કરી રહ્યા છે.પરંતુ કમનસીબે માગૅ અને વિભાગના જવાબદાર લોકોને કંઈ જ પડી નથી.તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.આગામી ટુંક સમયમાં પુલના નિમૉણની કામગીરી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.


રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed