છોટાઉદેપુર જીલ્લો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જીલ્લો છે ત્યારે નવ નિયુક્ત કલેકટર સ્તૃતી ચરણ દ્વારા કલેકટરની ફરજ ઉપર હાજર થયા છે ત્યારથી આદીવાસી જીલ્લામાં અનેક તાલુકાઓના આરોગ્ય કેન્દ્રો તેમજ પોલીસ સ્ટેશન ની મુલાકાત લઇ શું શું સુવિધાઓની ઉણપ છે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અધિકારીઓ ને સૂચનો કરવામાં આવ્યા છે નવ નિયુક્ત કલેકટર આદીવાસી ભાઈ બહેનોને આરોગ્ય લક્ષી સેવામા તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખી અવારનવાર અનેક કેન્દ્રોની મુલાકાતે આવે છે તેણે લઇ આજે નસવાડી ખાતે નવ નિયુક્ત કલેકટર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર નસવાડી ની મુલાકાત લઇ સરકાર તરફથી મળતી આરોગ્ય સેવાની તપાસ કરી હતી તેમજ અધિકારી ઓ ને સૂચન કર્યા હતા ત્યારબાદ નસવાડી પોલીસ સ્ટેશન ની મુલાકાત કરતા તેઓને હાજર અધિકારી ઓ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી હતી અને તેમની જાત મુલાકાત થી અધિકારીઓ દોડતા થઇ ગયા હતા
અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો