November 21, 2024

નેત્રંગને ચાસવડ ગામે બુટલેગરને પકડવા ગયેલ પોલીસ સાથે ઘર્ષણ

Share to


* ૬ માસના સમયગાળામાં બુટલેગરોનો પોલીસ સાથે ઘષઁણનો બીજો બનાવ

* પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી

તા.૨૩-૭-૨૦૨૧ નેત્રંગ

નેત્રંગ પો.સ્ટેશનમાં દારૂની હેરફેરીમાં ગુનામાં ફરાર પ્રદીપ કનુ વસાવા (રહે.વિઠ્ઠલગામ) નેત્રંગના ચાસવડ ગામે હોવાની બાતમી પીએસઆઇ એન.જી પાંચાણીને મળતા સંધ્યાકાળના સમયે પો.કમીઁ મુળજીભાઇ,અજીતભાઇ,અને જગદીશભાઇ એમ ત્રણ પોલીસ કમઁચારીઓ તેને પકડી પાડવા ચાસવડ ગામે ગયા હતા.ત્યારે બુટલેગર પ્રદીપે પોલીસને જોઇ લેતા ઘરના પાછળના ભાગથી ભાગી ગયો હતો,પરંતુ પાછળના ભાગે કાદવકિચડ હોવાના કારણે તે પડી જતા પો.કમઁચારીઓએ તેને પકડી લીધો હતો.ત્યારે પોલીસ પકડથી બચવા માટે બુટલેગરે ઝપાઝપી કરી હતી.પોલીસ કમઁચારીઓ સાથે ગાળા કરતાં પોલીસને કહેતો હતો કે,હાઇકોર્ટેમાં ખોટા કેશો દાખલ કરાવીશ અને તમારા પો.સ્ટેશન વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતારી કટીંગ કરી અને વિજીલીયંનસ ખાતાને બોલાવી દારૂનો કેશ કરાવી તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશની ધમકીઓ આપી હતી,ખાખી વદીઁ ઉતારી તેવી ધમકીઓ આપી હતી.બુટલેગરની પોલીસે ધરપકડ કયૉની જાણ સંગાસંબંધીઓ થતાં બુટલેગરને પોલીસની પકડથી છોડાવા ભારે જહેમત કરી હતી.પો.કમીઁઓ સાથે ઝપાઝપી થયાની જાણ પીએસઆઇ અને અન્ય પો.કમીઓને થતાં તાત્કાલિક ચાસવડ પહોંચી ગયો હતો.બેફામ પોલીસ સાથે વાણી વિલાસ કરતા બુટલેગરને પકડી જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.

નેત્રંગ પોલીસે ઘટનાની ગંભીરતા જાણી પો.કમીઁ મુળજીભાઇએ બુટલેગર વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.નેત્રંગ પોલીસ સાથે વિદેશીદારૂનો વેપલો કરતા કંબોડીય ના બુટલેગરે ઝપાઝપી કરી પોલીસ સાથે મારામારી કયાઁને બનાવને માંદ છ માસનો સમયગાળો પ્રસાર થયો નથી.ત્યારે ફરીવાર પોલીસ સાથે ઘષઁણનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed