દેડિયાપાડા મતવિસ્તારના જંગલને અડી ને દેવ નામની નદીને કિનારે પ્રકૃતિના ખોળે આવેલાં બોગજ ખાતે એક અતિ સામાન્ય ખેડુત કુટુંબમાંથી આવતા ચૈત્રર વસાવા વિષે વાત કરીએ.

Share to


ચૈત્રર વસાવાએ થવા ખાતે આવેલી એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાંથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યાં એચ.એચ.સી.બોર્ડ માં પણ રેન્કર્સ રહ્યા હતાં.ત્યારબાદ થવા ખાતે જ આવેલી બી.આર.એસ.વિદ્યાલયમાં યુનિવર્સિટી પરિક્ષા ડિસ્ટ્રિક્શન સાથે પાસ કરી, બીજા જ વર્ષે સીધી ભરતીમાં ગ્રામ સેવક તરિકે ફરજ બજાવતા થયાં. અભ્યાસમાં પેહલે થી જ તેજસ્વી હોવાથી ટૂંક સમયમાં જ સરકારી નોકરી મેળવી લીધી હતી. ગ્રામ સેવક થી વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા થયા. આટલાં વર્ષોમાં સુધી ચૈત્રર વસાવાનો રાજનીતિ સાથે કોઈ ખાસ સંબંધ જ નોહતો, પણ મદદરૂપ થવાની ભાવના અને સમાજ ઉપયોગી થવાની નીતિરીતિ એ જમીન ના માણસ તરીકે લોકો જોડે જોડાયેલા રહ્યા. સરકારી નોકરી તો કરતા જ હતાં. પણ ખેતીવાડી વિભાગમાં હોવાથી, કૃષિ ક્ષેત્રે કાર્યરત હોઈ લોકોને માર્ગદર્શક બની કામ કરતા રહ્યા.

હવે, તેમનો રાજનૈતિક વણાંક ઘરનો ઉમરો ચડવાની વાર રહી હતી.ચૈત્રર વસાવાના કુટુંબની ખેતી વાડીને લગતાં ચીજવસ્તુની દુકાન હતી. આ દુકાન કૃષિ કલ્યાણને લગતી હોવાથી આજુબાજુના વિસ્તારના ખેડૂતોની મુલાકાત વધુ રેહતી. ખેડુ ઉપયોગી તમામ પ્રકારનું માર્ગદર્શન અહીથી લોકોને મળતું હતું. પણ આ વિસ્તારના લોકોને ખેતી ક્ષેત્રે સરકારી સહાય માટે આઇ ખેડૂત પોર્ટલનો લાભ લેતાં કરવામાં મોટો ફાળો આ દુકાન અને ચૈત્રર વસાવા નો રહ્યો છે. ક્વોલિટીના માપદંડ ધરાવતું બિયારણ અને ખાતર વિશે લોકોને ઉજાગર કરવાનું શ્રેષ્ઠ કામ તેમણે કર્યુ. કપાસ, ડાંગર અને મકાઈનો પાક ખૂબ પાકતો હોઈ છે. ત્યારે આ વિસ્તાર લોકો નકલી બિયારણ કરતા ઠગ ટોળકી, દુકાનદારોના ભોગ બનતાં હતા. ત્યારે એક કેમ્પિયન ચાલુ કરી લોકો સુધી સારો મેસેજ પોચડાવવાનું કામ તમને કર્યુ હતું. તે સાથે વિસ્તારના તમામ ખેડૂતની અરજી ફ્રી ઓફ કોસ્ટ ભરી, એની સરકારી કચેરી ખાતેની તમામ પ્રોસેસ કરાવી એનો નિકાલ કરવામાં આવતો હતો. ત્રુટિ વાડી અરજીઓ,કેન્સલ થયાની અરજી વગેરેના નમૂના સાથે ખેડૂતો જાણ કરાતી હતી. આનો ફાયદો એ થયો કે દેડિયાપાડા મતવિસ્તારના તમામ ગામનાં આગેવાન તેમજ સામાન્ય લોકો પણ ચૈત્રર વસાવાના સંપર્કમાં આવ્યાં. ધીમે ધીમે આ પગલું વિવિઘ પ્રશ્નો સુઘી પહોચ્યું ,! એ દુકાન દુકાન મટી લોક દરબાર બની. સરકારી અડચણના કામો, સામાજિક મુદ્દાઓને વાચા મળતી થઈ ગઈ હતી. અને ખેડૂતો, આગેવાનોએ લાગણીથી કહ્યું, રાજનીતિમાં આવો, લોકોના કામ થવા જોઈએ. આદિવાસી સમાજમાં છેવાડા વ્યક્તિ માટે છેવાડાનો માનવી જ જોઇએ. જે બીજાના દુઃખને, પોતાનું દુઃખ સમજી નિરાકરણ લાવે! તમારા જેવા લોકોથી સમાજ કલ્યાણ અને સમાજ ઉપયોગી કાર્યો થસે. અને લોકલાગણીને માન આપી એમની પત્ની શકુંતલા દેવીને પ્રથમ વાર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી નવાગામ બેઠક ઉપરથી ચૂંટણી લડાવી. એનું પરિણામ એ આવ્યુ કે, અંદાજિત 7000 વોટના માર્જીનથી તેમને પ્રતિસ્પર્ધીને ઘરભેગા કરી દીધા હતાં.
અને આમ થઈ ચૈત્રર વસાવાની રાજકીય સફરની શરૂઆત.


Share to

You may have missed