September 7, 2024

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ભરૂચ જિલ્લાની શાળામાં સંકલ્પ પત્ર અને સંદેશા પત્રનું વિતરણ

Share to




*સ્વિપ નોડલ અધિકારી – ડૉ. દિવ્યેશ પરમાર દ્વારા જિલ્લાની સ્કૂલોમાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું*

માહિતી બ્યુરો – ભરૂચ:રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ની ભારતના ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ૧ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે.

લોકશાહીના આ અવસરમાં લોકો ભાગીદાર થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જે અંતર્ગત સ્વિપ નોડલ અધિકારી – ડૉ. દિવ્યેશ પરમાર દ્વારા ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અવસર અંતર્ગત ૫૨૫૦ જેટલાં “સંકલ્પપત્ર”નું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓને તેમના વાલીઓને જે મતદાન કરવાનો અધિકાર ધરાવે છે તેમણે ૧લી ડિસેમ્બરના રોજ અવશ્ય મતદાન કરવા જાય તેમજ તેમના ફળિયામાં તેમજ સોસાયટીમાં રહેતાં ૧૮ વર્ષથી વધુ ઉમરના લોકો જેઓ મતદાનનો અધિકાર ધરાવે છે તેમને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરવા જણાવવામાં આવ્યું હતું.તેમજ શાળાના વિદ્યાર્થીઓ માટે મતદાન ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત સ્વિપ નોડલ અધિકારી – ડૉ. દિવ્યેશ પરમાર દ્વારા ભરૂચ જિલ્લાની જી એન એફ સી હાઈસ્કૂલ ખાતે સંકલ્પ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અને વાલીઓ પણ મતદાન કરી અને લોકશાહીના આ પર્વમાં ભાગીદાર થાય તે માટે અપીલ પણ કરી હતી.
૦૦૦૦૦૦૦


Share to

You may have missed