November 22, 2024

ઉમલ્લા ની રાજશ્રી પોલીફિલ કંપની ને ભારત સરકારના ટી.બી મુક્તિ અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગાંધીનગર ખાતે અભિનંદન પાઠવ્યા.

Share to

કંપની દ્વારા દર મહિને ઝઘડીયા તાલુકાના તમામ ટી.બી દર્દીઓને સુધી ન્યુટ્રીશન કિટનો સહયોગ પૂરો પાડવામાં આવે છે.

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સ્થિત રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા ભારત સરકારના ટી.બી મુક્તિ અભિયાન અંતર્ગત ઝઘડીયા તાલુકામાં ટી.બી મુક્તિ અભિયાન રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા ચલાવામાં આવેલ છે. જે અંતર્ગત કંપની ધ્વારા ઝઘડીયા તાલુકાના સરેરાસ ૧૫૦ થી વધુ દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુસર “પોષણસુધા” પ્રોજેકટ હાથ ધરેલ છે. આ પ્રોજેકટ અંતર્ગત ઝઘડીયા તાલુકાના તમામ ટી.બી દર્દીઓને સુધી ન્યુટ્રીશન કિટનો સહયોગ પૂરો પાડવામાં આવેછે. આ ઉમદા કાર્ય માટે ગુજરાત સરકારના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ભરુચ જિલ્લા માંથી ફક્ત રાજશ્રી પોલીફિલ કંપનીની પસંદગી કરી રાજભવન ગાંધીનગર ખાતે કંપની મા HR હેડ સંજય અગ્રવાલને આ કાર્ય માટે વ્યક્તિગત મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા.

#DNSNEWS


Share to