* જીલ્લા પ્રભારી જનક બગદાણાવાલા અને કાયઁકરો જોડાયા
તા.૨૧-૭-૨૦૨૧ નેત્રંગ
પ્રાપ્ત માહિત મુજબ નવસારી લોકસભાના સાંસદ સી.આર પાટીલને પ્રદેશ પ્રમુખની જવાબદારી મળ્યાને એકવષઁ પુણઁ થતાં ભાજપના કાર્યકરોએ વૃક્ષારોપણ કરીને પ્રદેશ પ્રમુખની વર્ષગાંઠ ઉજવણી કરવાનું નક્કી કયુઁ હતું.જેમાં સી.આર પાટીલના કાયઁકાળ દરમ્યાન ભાજપે વિધાનસભાની પેટા ચુંટણી,૬ મહાનગર પાલિકા,નગરપાલીકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીઓમાં જ્વલંત વિજય હાંસલ કયૉ હતો.ભાજપના કાયઁકરોમાં ઉત્સાહનો માહોલ જણાઇ રહ્યા છે.જેમાં ભરૂચ જીલ્લા સંગઠનના પ્રભારી જનક બગદાણાવાલાની ઉપસ્થિતમાં વૃક્ષારોપણના કાયઁક્રમનું આયોજન કરાયું હતું.જેમાં જીલ્લા પ્રભારી જનક બગદાણાવાલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે,કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે,આદિવાસી વિસ્તારના વિકાસમાં માટે કરોડો રૂપિયાના વિકાસની યોજનાઓ છે.જે છેવાડાના વિસ્તારના ગામે-ગામ સુધી પહોંચે તેની જવાબદારી પાટીઁના કાયઁકતૉઓની છે,અને સંગઠનના વિસ્તાર બાબતે વિસ્તૃત ચચૉઓ કરી હતી.જે દરમ્યાન નેત્રંગ તા.પંચાયતના પ્રમુખ લીલાબેન વસાવા,ઉપપ્રમુખ વંદનભાઇ વસાવા,નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ વસાવા,મહામંત્રી હાદિઁકસિંહ વાંસદીયા,પ્રકાશ ગામિત અને મૌઝા જી.પંચાયતના સભ્ય રાયસિંગ વસાવા સહિત કાયઁકરો જોડાયા હતા.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી