રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
ગરબા જોતી સગીરા પાસે જઈ યુવકે સગીરાને બદઇરાદે બાથ ભળી લેતા સગીરાએ તેને ધક્કો મારતા ગાળો બોલી સગીરાને મારી નાખવાના ઇરાદે ગરદન પકડી રાખી તું મારી સાથે કેમ બોલતી નથી તેમ કહી હુમલો કરતા સગીરાને સારવાર દરમિયાન ત્રણ ટાંકા ગળાના ભાગે આવ્યા છે.
ઝઘડિયા તાલુકાના એક ગામે મંદિર ના ઓટલા પર ગરબા જોતી સગીરાને એક યુવકે આવી તેણીને બદ ઇરાદે બાથ ભરી લીધી હતી તેને છોડાવવા જતા યુવકે સગીરાને મારી નાખવાના ઇરાદે ગરદન પકડી રાખી છરી મૂકી તું મારી સાથે નથી બોલતી એટલે તને જાનથી મારી નાખીશ કહી હુમલો કર્યો. ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતા એક પરિવારની સગીર યુવતી ગરબા જોવા માટે ગામમાં આવેલા મંદિરે ગઈ હતી. સગીરાના માતા પિતા તેમના ઘરે સુઈ ગયા હતા. સગીરા તેની બહેનપણી સાથે મંદિરના ઓટલા પર બેસીને ગરબા જોતી હતી તે વખતે આશરે એક વાગ્યાના અરસામાં પાણેથા ગામનો નિલેશ વિષ્ણુ વસાવા બદઇરાદે સગીરા પાસે આવી તેને બાથ ભરી દીધી હતી, સગીરાએ ધક્કો મારી નિલેશને દૂર કરતા તેણે માં બેન સમાણી ગાળો આપી તેના હાથમાંની ધારદાર છડી વડે તેણીને મારી નાખવાના ઇરાદે ગરદન પકડી રાખી ગળા ઉપર છરી મૂકી કહેતો હતો કે તું મારી જોડે નથી બોલતી એટલે તને જાનથી મારી નાખીશ
તેવું બોલી સગીરાનું ગળું કાપવા જતો હતો તે વખતે ફળિયામાં રહેતા નરેશભાઈ નામનો ઈસમ દોડી આવી વચ્ચે છોડાવવા પડ્યા હતા, તે દરમિયાન સગીરાને નિલેશ વસાવા એ ગળાની ડાબી બાજુ નીચેના ભાગે છરી મારી દઈ ઈજા કરી હતી. સગીરા પર હુમલો કરનાર નિલેશ ઈજા કરી ભાગી જતો હતો તે દરમિયાન ભાગતા નિલેશને પકડવા જનાર ઇસમને બીજી આંગળી પર છરી નો લસરકો મારી ભાગી ગયો હતો, આ દરમિયાન ફરિયાના લોકોએ સગીરાના માતા પિતાને ઉઠાડી ઘટના સંદર્ભે જાણ કરી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સરકારી દવાખાને સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન સગીરાને ગળાની ડાબી બાજુ નીચેના ભાગે ત્રણ જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સગીરાને દવાખાનેથી રજા આપી દેવામાં આવી હતી. સગીરા પર હુમલો કરનાર નિલેશ વિષ્ણુ વસાવા રહે. પાણેથા તા. ઝઘડિયા વિરુદ્ધ સગીરાના પિતાએ નજીકના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
#દૂરદર્શી ન્યૂઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો