September 7, 2024

નર્મદા બ્રેકિંગ……નર્મદા જિલ્લામાં BTP/BTTS માં રાજકીય ભૂકંપ સર્જાયો છે, ચૈતરભાઈ વસાવા સહિત અનેક દિગ્ગજો એ સોશિયલ મીડિયામાં રાજીનામું વહેતા કર્યા. 149-ડેડીયાપાડા વિધાનસભા નાં સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે ચૈતરભાઈ વસાવા હવે જોવું રહ્યું કે કઈ રાજકીય પાર્ટીથી ચૂંટણી લડે છે.

Share to



BTP અને BTTS ના આગળ પડતાં હોદેદારો એકી સાથે રાજીનામું ધરી દેતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું અસ્તિત્વ જોખમાય તેવી પરિસ્થિતિ સર્જાય છે.

BTP નર્મદા જિલ્લા પ્રમુખ અને BTTS ના પ્રદેશ અધ્યક્ષ ચૈતરભાઈ વસાવા એ આપ્યું સ્વૈચ્છિક રાજીનામું.

BTP ડેડીયાપાડા ના પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા એ પણ આપ્યુ સ્વૈચ્છિક રાજીનામું…

BTP ડેડીયાપાડા ના ઉપપ્રમુખ જગદીશભાઈ વસાવા એ પણ આપ્યું સ્વૈચ્છિક રાજીનામું…

BTP ના માજી.તાલુકા પંચાયત પ્રમુખ અને સક્રિય કાર્યકર માધવસિંહ વસાવા એ પણ આપ્યું રાજીનામું…


Share to