September 7, 2024

ઝગડીયા ની આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વંઠેવાડ પ્રાથમિક શાળા ખાતે CSR પ્રોજેક્ટ અંતર્ગત કસરતનાં સાધનો આપવામાં આવ્યા…

Share to

આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત ઝગડીયા ની અમુક શાળા ને પણ આવી રીતે સાધનો આપવાની યોજના…

રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામે પ્રાથમિક શાળા ખાતે ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની તથા આરતી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલા કસરતનાં સાધનોનું અનાવરણ આજરોજ કરવામાં આવ્યું હતું,

શાળાએ આવતા બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આરતી ઇન્ડસ્ટ્રીઝ અને આરતી ફાઉન્ડેશન દ્વારા ઝઘડિયા તાલુકાના વંઠેવાડ પ્રાથમિક શાળા અને કદવાલી પ્રાથમિક શાળા ખાતે કસરતના સાધનો આપવામાં આવ્યાં છે, ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ અને આરતી ફાઉન્ડેશન દ્વારા સીએસઆર પ્રવુતિ હેઠળ તાલુકામાં ખેડૂતોને મદદરૂપ થાય તેમજ લોકોને મદદરૂપ થાય એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે હેતુસર આજરોજ વંઠેવાડ પ્રાથમિક શાળા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝઘડિયા પ્રાંત અધિકારી ડી.એસ બારીયાના હસ્તે કસરતનાં સાધનોનું અનાવરણ કરવામાં આવ્યું હતું

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed