November 21, 2024

સરકારી અંધેર વહીવટ::: ઉમલ્લા CHC હોસ્પિટલ ખાતે છેલ્લા એક વર્ષ ઉપરાંત થી માત્ર બેટરી ના કારણે બંધ પડેલ એમ્બ્યુલન્સ..

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

દુમાલા વાઘપુરા ના સરપંચ અને પંચાયત ના સહયોગથી એમ્બ્યુલન્સ ને ચાલુ કરાવાઈ...

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે જેમાં સરકારી એમ્બ્યુલન્સ લગભગ એક વર્ષ ઉપરાંત થી બંધ હાલતમાં હતી જેના કારણે એમ્બ્યુલન્સની જરૂર જણાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો હતો..

#satish vasava

આ એમ્બ્યુલન્સ માત્ર ને માત્ર બેટરી બગડવાના કારણે શોભા ના ગાંઠિયા સમાન બની ગઈ હતી અને ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કંપાઉન્ડમાં ધૂળ ખાઈ રહી હતી જે બાબત ની જાણ દુ.વાઘપુરા ઉમલ્લા ગામના સરપંચ તેમજ ડેનિશભાઈ ને થતા તેઓ એ ત્યાં ના અધિકારીને પૂછતાં અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમ્બ્યુલન્સમાં બેટરી નો પ્રોબ્લેમ છે જે બાદ સરપંચ મુકેશભાઈ વસાવા દ્વારા એમ્બ્યુલન્સની બેટરી મગાવી તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ માં નાખતા એમ્બ્યુલન્સ પુનઃ એક વખત શરુ કરવામાં આવી હતી ત્યારે હવે એમ્બ્યુલન્સ ફરી શરુ થતા હાલ અનેક ગામોમાંથી આવતા દર્દીઓને ઉપયોગી બનશે…

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed