November 21, 2024

ભરૂચ જિલ્લા ના ઝગડીયા મામલતદાર કચેરીમાં કેટલાક કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા અરજદારો અટવાયા…

Share to

રિપોર્ટ / સતીશ વસાવા

ભરૂચ જિલ્લા ના ઝઘડીયા મામલતદાર કચેરીમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓ દ્વારા યોગ્ય પગાર નિતી ની માંગ સાથે છેલ્લા બે દિવસથી અચોક્કસની મુદ્દતની હડતાલ પર કર્મચારીઓ ઊતરતા રેશનકાર્ડ તેમજ જમીન ના 7/12 તેમજ વિવિધ અન્ય દાખલાઓ માટે આવતા અરજદારોને અગવડ પડી રહી છે..

જોકે આજે સોમવાર હોય જેના કારણે મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યા માં અરજદારો આવ્યા હતા જેઓ ના જરૂરી કામોં નહિ થતાં અરજદારોને વીલા મોઢે પાછા ફરવાનો વારો આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જરૂરી દસ્તાવેજ દાખલા માટે અરજદારો તેઓ નો સમય તેમજ રૂપિયા નો બગાડ કરી દૂર દૂર ગામો માંથી આવતા હોઈ છે..પરંતુ ઝઘડિયા મામલતદાર કચેરી ના કરાર આધારિત,કોન્ટ્રાક્ટ કર્મચારીઓ યોગ્ય પગાર નિતી માંગને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરતા અરજદારો ને હાલાકી ભોગવોનો વારો આવ્યો હતો ત્યારે આ બાબતે સરકાર અને કર્મચારીઓ વચ્ચે અરજદારો ક્યાં સુધી પીસાઈ છે તે જોવું રહ્યું

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed