September 7, 2024

વાલીયા તાલુકા વી.સી.ઈ મંડળ દ્વારા પડતર માંગણીઓ સાથે આવેદન પત્ર, ગાંધીનગર ધામો નાખવાની તૈયારી માં મંડળ

Share to

ગુજરાત માં વિધાનસભાની ચુંટણીને લઇ વિવિધ મંડળો દ્વારા સરકારને વિવિધ પડતર માંગણીઓ મુદ્દે ઘેરાવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ સંલગ્ન દ્વારા ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ સંલગ્નના વાલીયા તાલુકાના કર્મચારીઓએ વાલીયા તાલુકા વિકાસ અધિકારી, વાલીયા તાલુકા મામલતદાર તેમજ વાલીયા તાલુકા પ્રમુખ સેવંતુભાઈ વસાવા આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં વાલીયા વી.સી.ઈ સંગઠન ના પ્રમુખ વિરેન્દ્રસિંહ ગોહિલ એ જણાવ્યું કે અગાઉ મુખ્યમંત્રી અને પંચાયત વિભાગમાં રજૂઆત કરવા છતાં તેઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે કર્મચારીઓની ૧૧ જેટલી માંગણીઓ નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વીસીઇનીમાંગણીઓ
૧ ) કમિશનબેઝઇ-ગ્રામ પોલીસી હટાવી ફિક્સ વેતન ( ૧૯૫૦૦ ) સરકારી પગાર ધોરણ લાગુકરવામાં આવે
૨ ) સરકારશ્રી સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને વર્ગ -૩ માં સમાવેશ કરવામાં આવે.
૩ ) સરકારી લાભો અને રક્ષણ આપીને સમાન કામ સમાન વેતન આપવામાં આવે..
૪ ) આરોગ્ય લક્ષી સુવિધા આપતા રિવાર સહિત વિમા કવચ આપવામાં આવે.
૫) જોબ સિક્યુરીટી અને છુટા કરેલ વીસીઇને પરત લેવા .
૬) કોરોનામહામારીમાં મરણ પામેલ વીસીઇને આર્થિક સહાય આપવામાં આવે .
૭ ) સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેકટીવીટી પુરી પાડવામાં આવે.
૯ ) વીસીઇની કામગીરી બાબતે જોબ ચાર્ટ નકકી કરવામાં આવે .
૧૦) છુટા કરેલ વીસિઈ ને પરત લેવા.
૧૧) ૦૧/૦૫/૨૦૨૨થી ૩૦/૦૮/૨૦૨૨સુધી નું pmjay card નું ૩૦/- પ્રમાણે કમીશન બાકી આપવામાં આવ
ગુજરાતે સરકારે આપેલ બાહેધરીનો અમલ ના થતા સ્થગિત કરેલ હડતાળ તા . ૦૮ / ૦૯ / ૨૦૨૨ ના રોજથી અચોક્કસ મુદતની હડતાળ


Share to

You may have missed