તા.૧૮-૭-૨૦૨૧ નેત્રંગ,
આ વેપલો કેટલા સમયથી ચાલતો અને કેટલા પ્રમાણમાં દુધ ગાયબ થયુ હશે એ નિષ્કર્ષ કાઢવામાં હોદ્દેદારો નિષ્ફળ
ટેમ્પો ચાલકને કફત દંડ આપી છોડી દેવાયો પણ વર્ષોથી અમે ભરેલા દુધનો સરેરાસ ભાવ ઓછો આપી ડેરીએ પોતાની નુકસાનની વસૂલીને સરભર કરી લીધી :સભાસદ
નેત્રંગ તાલુકાની જીવાદોરી ગણાતી ચાસવડ ડેરીમાં દૂધ વાહક ટેમ્પોમાંથી દૂધ કાઢી બારોબાર સગેવગે કરવાનું કોભાંડ ઝડપાયું હતું.
નેત્રંગ તાલુકામાં ચાલીસ કરતાં વધુ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતી ચાસવડ દૂધ ઉત્પાદક ડેરીમાં સવાર
સાંજ સુધી માં 12કરતા પણ જુદા જુદા રૂટ પરથી અંદાજીત 56 હજાર લિટર જેટલું દૂધ ડેરીના ચિલીગ પ્લાન્ટમાં એકઠું થાય છે. ગામડાંનું દૂધ એજન્ટ મારફત દૂધઘરમાં એકત્ર થયા બાદ રૂટ પ્રમાણે દુધ વાહક વ્હીકલ વડે ચાસવડ ખાતે પોહચાડવામાં આવે છે. ગામડાંથી ડેરી સુધી પહોંચતા પેહલા રસ્તામાંથી બારોબાર દૂધ સગેવગે થતુ હોવાનું કોભાંડ બહાર આવ્યુ હતું.
થોડાં દિવસો અગાઉ ડેરીના દુધ વહન કરતા ટેમ્પો ચાલકને નેત્રંગ તાલુકાના રમણપૂરા અને ચંદ્રવાણ સ્ટેશન વચ્ચેના સુમસામ રોડ ઉપર કેનમાંથી દૂધ બારોબાર સગેવગે કરતા ક્લીનરને ડેરીના આગેવાને રંગેહાથ ઝડપ્યો હતો. ત્યારબાદ કોન્ટ્રાકટરને ફ્કત દંડ કરી ચેતવણી આપી છોડી દેવામાં આવ્યો હતો. આ વાત બહાર ન આવે એ માટે હોદેદારોએ ભીનું સંકેલવાની પણ કોશિશ કરી હતી એવી ચર્ચાએ જોર પકડ્યું હતુ.
બીજી બાજુ દૂધ ભરતાં સભાસદોમાં એવો પણ ગણગણાટ થયો એ અંતે તો દ્દુધ ભરતાં સભાસદોને જ ખોટ વેઠવાનો વારો આવ્યો છે. આ ટેમ્પોમાં જે રૂટના ગામો આવતાંએ સભાસદોને દંડની રકમ મળશે નહી અને ડેરી વડે વર્ષોથી ટ્રાન્સપોર્ટનું બહાનુ આગળ ધરી સરેરાશ દૂધનો ભાવ ઓછો આપી પોતાની નુકસાનની વસૂલી લીધી છે. જ્યારે
સરેરાસ ભાવ અને નુકશાનીનો બેવડો માર સભાસદોએ ભોગવવાનો વારો આવ્યો છે. આમ આ ચોરીના પ્રકરણમાં ઘણી કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે. હવે સભાસદો ને ન્યાય મળશે કે કેમ એ જોઉં રહયું.
થોડાં દિવસો પહેલા આ ધટના બની હતી. કોન્ટ્રાકટર પાસેથી એક લાખ રૂપિયાનો દંડ વસુલવાની જોગવાઈ કરી છે. કેટલા પ્રમાણમાં દુધ ની ચોરી થઈ એ કેહવુ મુશ્કેલ
*અરવિંદ વસાવા ઉપ પ્રમુખ ચાસવડ ડેરી*
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.