રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
આજરોજ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સ્થિત રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ટીબીના 130 દર્દીઓને ન્યુટ્રીશન કીટ વિતરણ કરવામાં આવી હતી
રાજ્યભરમાં ટીબી મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોષણ શ્રૃધા પ્રોજેક્ટ ચલાવાઇ રહ્યો છે.
રાજ્યભરમાં જે દર્દીઓને પોષણક્ષમ આહાર અને યોગ્ય સારવાર મળે તેવો રાજ્ય સરકારનો અભિગમ છે. આ અભિગમ ને પ્રોત્સાહન મળે તેવા આશય સાથે ઉમલ્લા સ્થિત રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના તમામ ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવાનુ સીએસઆર એક્ટિવિટી હેઠળ નક્કી કરવામાં આવ્યું છે. આજરોજ ઝઘડિયા તાલુકા હેલ્થ કચેરી ખાતે ઉમલ્લા ની રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા જિલ્લા તથા તાલુકાના આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં 130 જેટલા ટીબી દર્દીઓને ન્યુટ્રીશન કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય અધિકારી તથા કંપનીના અધિકારીઓ દ્વારા ટીબીના દર્દીઓને વ્યસનથી મુક્ત રહેવા જણાવાયું હતું, ભીડભાળવાળી જગ્યાએ નહીં જવા અને માસ્ક પહેરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ટીબીની દવા નિયમિત અને ધ્યાન રાખી જ્યાં સુધી તેનો કોર્સ પૂર્ણ ના થાય ત્યાં સુધી લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સીડીએચઓ, આરોગ્ય સમિતિના ચેરમેન આરતી પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ચારૂલ મહેતા, મેડિકલ ઓફિસર, આર પી એલ કંપનીના સંજય અગ્રવાલ, જયદીપ કાપડિયા, સાગર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
#દૂરદર્શી ન્યૂઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.