November 21, 2024

જખૌ પાસેથી મધદરિયે ફરી એકવખત રૂ. ૨૦૦ કરોડનું હેરોઈન પકડાયું. ગુજરાત પોલીસ એન્ટી ટેરરીઝમ સ્કવોડ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જોઇન્ટ ઓપરેશન દ્વારા અરબી સમુદ્રમાં પાકિસ્તાની બોટને પકડી તેમાંથી ૪૦ કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું છે.

Share to



ગુજરાત એ.ટી.એસ. અને ભારતીય તટરક્ષક દળ દ્વારા ગઈકાલે મધરાત્રે જખૌ પાસેના દરિયામાં દરોડો પાડી ભારતીય સમુદ્રી સીમમાં આવેલી આ પાકિસ્તાની બોટને પકડી પાડી હતું. અલ તયયસા નામની બોટની તપાસ કરતા તેમાંથી રૂ. ૨૦૦ કરોડનું ૪૦ કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. મધદરિયે પકડાયેલી આ બોટને આજે સવારે જખૌ બંદરે લઈ આવવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પંજાબની જેલમાં બેઠેલા નાઇજિરિયન વ્યક્તિએ મંગાવી છે. કપૂરથલા જેલમાં રહેલા નાઇજિરિયન મૂળના વ્યક્તિએ કરાચીના અબ્દુલ્લા નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી આ જથ્થો મંગાવ્યો હતો. અબ્દુલ્લાએ ભારત સુધી ડ્રગ્સનો જથ્થો પહોંચાડવા માછીમારોને તૈયાર કર્યા હતા. ભારતમાંથી જગ્ગી અને સરતાજ નામના લોકો આ જથ્થો મધદરિયે મેળવવાના હતા.

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to