November 22, 2024

ઝઘડિયા જીઆઇડીસી ની ક્રિપ્ટન કેમિકલ કંપની માંથી જાહેરમાં પ્રદૂષિત પાણી છોડાયું…

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ક્રિપ્ટન ટ્રીટમેન્ટ કંપની દ્વારા કંપનીની બાજુના ખુલ્લા પ્લોટ માં પાઇપલાઇન માટે પાણી છોડાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો..

ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ ઔદ્યોગિક એકમોના સંચાલકો દ્વારા અવારનવાર વાદળછાયા વાતાવરણને લઈને હવામાં પ્રદૂષણ તેમજ વરસાદી માહોલ જોઈને વરસાદી કાંસમાં પ્રવાહી પ્રદૂષણ બે રોક ટોક છોડવામાં આવે છે. જવાબદાર વિભાગમાં કંપની સંચાલકોને કોઈ કહેવા વાળું રહ્યું નથી જેથી વરસાદી કાંસમાં છોડાયેલ પ્રદૂષિત પાણી ખાડી વાટે નર્મદામાં પહોંચે છે અને કિનારાની ખેતી તથા જળચર જીવોને નુકસાન થાય છે. આવી જ ઘટના આજરોજ બનવા પામી છે. ઝઘડિયા જીઆઇડીસીના ૮૩૦/૧૦ નંબરના પ્લોટ માં આવેલ ક્રિપટોન પીગમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકો દ્વારા જાહેરમાં મોટી માત્રામાં પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું. આ પ્રદૂષિત પાણી કંપની સંચાલકો દ્વારા પાઇપલાઇન વાટે બાજુની ખુલ્લી જગ્યામાં છોડવામાં આવતા ખતરો ઉભો થયો છે. આ બાબતે તલોદરા ગામના આગેવાન કલ્પેશ પટેલ દ્વારા એનો સખત શબ્દોમાં વિરોધ કરી જણાવ્યું હતું કે આ એક પીગમેન્ટ કંપની છે અને એના રજકણો હવામાં ઉડવાથી કંપનીની ચારે બાજુ લીલા કલરનો આખી છારી જામી જાય છે, કંપનીમાં કામ કરતા કામદારોના કપડા પણ લીલા કલરના થઈ જાય છે કોઈપણ પ્રકારનો સેફટી નો નિયમનુ અહીં પાલન કરવામાં આવતું હોય તેમ જણાતું નથી,

#દૂરદર્શી ન્યૂઝ


Share to