– ચેરમેન સરદારધામ ગગજીભાઇ સુતરીયા
એક સંકલ્પ સામાજીક ક્રાંતિ કી ઓર ….સમાજ નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ
જૂનાગઢ તા. ૩૦, જૂનાગઢ ખાતે યુવા સંવાદ એક સંકલ્પ સામાજિક ક્રાંતિ કી ઓર કાર્યક્રમ સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશની આવતી કાલ તેમજ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનાં કાર્યમાં જેનો અગત્યનો રોલ છે એવા યુવાધન સાથે સરદાર ધામનાં પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયા દ્વારા સરદારધામ દ્વારા મિશન -૨૦૨૬ અંતર્ગત યુવાશક્તિનાં સર્વાંગી વિકાસ માટે થતી પ્રવૃતિઓની જાણકારી આપવામાં આવી હતી. સરદારધામ દ્વારા થતી સમાજોપયોગી શૈક્ષણિક પ્રવૃતિની માહિતી સમાજનાં છેવાડાનાં લોકો સુધી પહોંચી શકે તેમજ સમાજનાં યુવાનોને જાગૃત કરીને શૈક્ષણિક-વ્યાપારી ક્ષેત્રે ઉપયોગી થઇ શકાય તેવા ઉમદા ઉદેશ્ય સાથે સંવાદ જાણીતા મોટીવેશનલ અને ગુજરાત રાજ્ય સરદાર સરોવર નર્મદા નિગમમમાં મેનેજીંગ ડાયરેક્ટર પદે સેવારત શૈલેષ સગપરીયાએ ગગજીભાઇ સુતરીયાસાથે યુવાનોનાં મનનાં પ્રશ્નો રજુ કરી કારકીર્દી ઘડતર અંગે માર્ગદર્શન મેળવ્યુ હતુ.
શ્રી સરદાર પટેલની રાષ્ટ્રભાવનાને આદર્શ માનીને સમાજમાં યુવાનોમાં શૈક્ષણિક ઉત્કૃષ્ઠ પરીણામો હાંસલ કરી શકાય અને યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રાષ્ટ્રવિકાસમાં જોડાય તે દિશામાં સરદારધામ દ્વારા થતી પ્રવૃતિઓ ની વિગતો ગગજીભાઇ સુતરીયાએ આપી હતી. ગગજીભાઇ સુતરીયાએ કન્યા કેળવણી, પ્રકૃતિ સંવર્ધન અને સ્વચ્છતા અને આરોગ્યપ્રદ આહાર પ્રણાલી વિશે પોતાનાં અનુભવો કથન રજુ કરી યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિઓ ખીલલવા પર ભાર મુક્યો હતો.
આ પ્રસંગે પરેશભાઇ ગજેરા અને જેન્તીભાઇ વઘાસિયાએ પ્રાસંગીક વક્તવ્યમાં વેશ્વિક સામાજીક આથિક બદલાવો સામે ભારતદેશમાં યુવાનોનું રાષ્ટ્રનિર્માણમાં યોગદાન અને યુવાનોનાં શૈક્ષણિક ઘડતરમાં સરદારધામની પ્રવૃતિને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લાનાં ગ્રામ્ય સ્તરેથી યુવાનો, બહેનો અને બૈાધીક વડીલો બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમમાં ગાંઠીલા ધામનાં ચેરમેન શ્રી વાલજીભાઇ ફળદુ, સંજયભાઇ કોરડીયા, ભાવેશ ત્રાપસીયા, નટુભાઇ પટોળીયા,અમિતભાઇ ઠુમર,સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ ખાતેનાં સરદાર ધામનાં ટ્રસ્ટીશ્રી નિલેષભાઇ ધુલેશીયાનાં માર્ગદર્શન તળે પ્રકાશભાઇ ભંગડીયા, કપિલ સુદાણી, શ્રી હદવાણી સહિત તેજ તેજસ્વીની યુવા બ્રિગેડે જહેમત ઉઠાવી હતી.
મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો