ભુજ રવિવારઃ
આજરોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને સ્મૃતિ વન તથા નર્મદા શાખા નહેર સાથે અનેક લોકાર્પણ/ખાતમુહૂર્તની ભેટ સોગાદ આપી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રિમોટ દબાવી નર્મદા નીરના વર્ચ્યુઅલી વધામણા કર્યા હતા.
મુખ્ય કાર્યક્રમની સમાંતર માંડવી તાલુકાના કોડાય ખાતેના નર્મદા શાખા નહેરના લોકાપર્ણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે શ્રીફળ તથા ફળ-ફૂલ અર્પણ કરી મા નર્મદાને કચ્છની ધરા પર આવકાર્યા હતા. કચ્છ શાખા નહેરથી જિલ્લાના ૧૮૨ ગામોને ૨,૭૮,૫૬૧ એકર પિયત વિસ્તારમાં સિંચાઈ માટે પાણી મળતું થયું છે. વધુમાં કચ્છ શાખા નહેર થકી જિલ્લાના તમામ ૯૪૮ ગામો અને બધા જ ૧૦ નગરોને પીવાનું પાણી પણ મળતું થયું છે.
ટેકરા ને ખીણોના પ્રદેશ એવા કચ્છમાં નર્મદાના નીર પહોંચડવાનું કાર્ય ખૂબ અઘરું હતું. આ તમામ પડકારોને ઝીલીને ત્રણ ધોધ(ફોલ) તથા ત્રણ પમ્પિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા અને કચ્છ ધરાના મોડકુબા સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. કચ્છમાં મોડકુબા સુધી નર્મદા નીર પહોંચતા કચ્છના ખેડુતોના ચહેરા પર અનેરો આનંદ દેખાઈ રહ્યો હતો.
કોડાય ખાતેના આ કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે નર્મદા નિગમના ડાયરેક્ટરશ્રી પી.સી.વ્યાસ, કચ્છ શાખા નહેરના ચીફ એન્જીનિયરશ્રી એસ.બી. રાવ, સુપ્રિટેન્ડેન્ટ એનજીનિયરશ્રી જી.એમ.ભગત, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી, કચ્છ ઇરીગેશન સર્કલ (પંચાયત), માંડવી મામલતદારશ્રી મધુભાઈ પ્રજાપતિ, માંડવી સ્વામિનારાયણ ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ, નર્મદા નિગમ તમેજ કચ્છ શાખા નહેરના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, ખેડૂતો તથા નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બળવંતસિંહ જાડેજા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો