રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
ભરૂચ જિલ્લા ના ઝઘડીયા તાલુકાના ડભાલ ગામે એક કોતરમાં ખેડુતને મગર નજરે પડતા ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, વનવિભાગ દ્વારા સેવ એનિમલ ટીમનો સંપર્ક કરી જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સેવ એનિમલ ટીમના સભ્યોએ વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા તાલુકાના ડભાલ ગામે પહોંચીને કોતરમાં મગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી,
ટીમના સભ્યો દ્વારા ભારે જહેમત બાદ ઘડીયાલ પ્રજાતિના મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી, સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા અને તેઓની ટીમ દ્વારા અંદાજે ૭ ફુટના મહાકાય મગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેતાં ગ્રામજનોએ તેમજ ખેડુતોએ હાશકારો અનુભવ્યો હતો આ મહાકાય મગરને રેસ્ક્યુ કરી ઉમલ્લા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો આ મગર ને ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી મુકવામાં આવશે તેમ જણાવ્યું હતું..
#દૂરદર્શી ન્યૂઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.