ડેડીયાપાડા ખાતે 4 ઓગષ્ટનાં રોજ ભાજપ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી. તેમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પત્રકારોનું અપમાન જનક નિવેદન કરતા અને પત્રકારો પર ખોટા આક્ષેપ બાજી કરતા પત્રકાર આલમમાં અઘાત સહિત રોષની લાગણી ફેલાઇ છે. પત્રકાર એકતા પરિષદ ડેડીયાપાડા સાગબારા દ્વારા કલેક્ટર નર્મદાને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ડેડીયાપાડા અને સાગબારાના તમામ પત્રકારો દ્વારા સાંસદ મનસુખ વસાવા અને ભાજપના તમામ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ ગુજરાત સરકાર તમામ પ્રેસનોટનો પણ બહિષ્કાર કરવામાં આવશે તેમ પત્રકાર સંગઠન દ્વારા જણાવ્યું હતું. જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવા માફી ન માંગે ત્યાં સુધી ભાજપ અને મનસુખ વસાવાના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.