રિપોર્ટર…. નિકુંજ ચૌધરી
પ્રમુખ તરીકે દિનેશભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે સુરેન્દ્રસિંહ પરમાર ની અઢી વર્ષ માટે નિમણૂક કરાઈ.
માંડવી ફળ અને શાકભાજી ઉત્પાદકોની તથા વેચાણ કરનારી સહકારી મંડળી લિમિટેડની તારીખ 2. 8 2022 ના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે કનકસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજવામાં આવી હતી.
જેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંદિપભાઈ દેસાઈ ની સૂચના અનુસાર મેન્ડેટ લઇને આવેલ ઝોન પ્રભારી અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દીપકભાઈ વસાવા દ્વારા મેન્ડેટ નું વાંચન કરવામાં આવેલ હતું જેમાં અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખ તરીકે દિનેશભાઈ ખુશાલભાઈ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે સુરેન્દ્રસિંહ રત્નસિંહ પરમાર ના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત સહકારી આગેવાનોએ વધાવી લઇ આવકારી અભિનંદન પાઠવ્યા હતા. પ્રમુખ તરીકે દિનેશભાઈ ખુશાલભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે સુરેન્દ્રસિંહ મહિડા ની કર્તવ્યનિષ્ઠા ના કારણે તેમને બીજી ટર્મ માટે રિપીટ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સુરત જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિતભાઈ પટેલ, સુમુલ ડેરીના ડિરેક્ટર રેસા ભાઈ ચૌધરી ,સુરત ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેંકના ડિરેક્ટર નરેન્દ્રસિંહ મહિડા, તથા માંડવી નગર ભાજપ પ્રમુખ નટુભાઇ રબારી, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન જશવંતભાઈ ચૌધરી, માંડવી રાઈસ મિલ ના પ્રમુખ નરપતસિંહ વાંસીયા, તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના માનદમંત્રી કનુભાઈ પટેલે કર્યું હતું.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.