November 22, 2024

માંડવી તાલુકાનાં કમલાપોર ગામનાં સરપંચ સરકારી યોજના માટે મહિલા લાભાર્થી સાથે કરેલ ગેરવર્તણૂક બાબતની રાવે માંડવી તાલુકા વિકાસ અઘિકારીને આવેદન અપાયેલ હતુ઼.

Share to



રિપોર્ટર..નિકુંજ ચૌધરી

સરપંચ દ્વારા જાહેરમાં ગેર વર્તણુક કરી, રાજકિય કિન્નાખોરી રાખી, થાય તે કરી લેવાની ઘમકી અપાતા મામલો વખર્યો હતો.

માંડવી તાલુકાનાં કમલાપોર ગામનાં સરપંચ નપુભાઈ રવિયાભાઈ ચૌઘરી દ્વારા સરકારી યોજનાનો લાભાર્થીઓના ફોર્મ ભરવા ગયેલ લાભાર્થી મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી જાહેર માં અપમાનિત કર્યા હતા અને થાય એ કરી લેવાની ઘમકીઓ ઉચ્ચારવામાં આવી હતી. જે સમગ્ર બાબતે માંડવી તાલુકા વિકાસ અઘિકારને આવેદન અપાયેલ હતુ.

માંડવી તાલુકામાં કમલાપોર ગામમાં, હાલ આદિજાતિ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રીના 10 મુદ્દા કાર્યક્રમ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આઇ.ડી.ડી.પી. યોજના હેઠળ ગાય ભેંસ તથા સાધન સામગ્રી ખરીદવા માટે સહાય યોજનાની કામગીરી ચાલી રહી હોય, ત્યારે ગામના વતની મહિલાઓ સરપંચ નપુભાઈ વિયાભાઈ ચૌધરી પાસે ગામ પંચાયતના સહી સિક્કા કરવા માટે ગયા હતા. જ્યાં ગામના વતનીઓ એવા લાભાર્થી મહિલાઓને રાજકિય કિન્નાખોરી રાખીને તેમની સાથે તોછડૂ વર્તન કરી જાહેરમાં અપમાનિત કર્યા હતા. તેમજ તમારાથી જે થાય તે કરી લ્યો હું તમને સહી નહી કરી આપું એવું જણાવીને ધમકાવીને કાઢી મુક્યાં હતા. જે બાબતે કમલાપોરની બહેનો દ્રારા આજરોજ તાલુકા વિકાસ અઘીકારી,ને સમગ્ર બાબતનો યોગ્ય નિકલા કરવા આવેદન અપાયેલ હતુ.


Share to