November 21, 2024

ફરી નર્મદા જિલ્લાના કેવડિયા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા

Share to

કિરણ તડવી:- ગરુદેસ્વર દુરદર્શી ન્યુઝ


સરદાર સરોવર નર્મદા ડેમથી 30 કિલોમીટર વિસ્તારમાં ભૂકંપ
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.2 નોંધાઈ

મળતી માહિતી મુજબ આજરોજ બપોરના બે વાગ્યાની આસપાસ નર્મદા જિલ્લાના કેવડિયા નજીકની ધરા ધણધણી હોવાનુ સામે આવ્યું છે. કેવડિયા નજીક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.સરદાર સરોવર ડેમથી 30 કિલોમીટરના વિસ્તારમા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને રિક્ટર સ્કેલ ઉપર 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું હતું.

નોંધનિય છે કે બપોરે 2 વાગ્યા આસપાસ સ્થાનિક લોકોને ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેને લઇને આ પંથકના બહુમાળી ઇમારતોમાંથી લોકો નીચે ઉતરી આવ્યાં હતા. ઉપરાંત સાંકળી શેરીઓમા ભૂકંપ બાદ લોકો બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે પ્રવાસીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સુરક્ષિત
ભૂકંપને પગલે નર્મદા ડેમને કોઈ જોખમ નથી, કારણ કે નર્મદા ડેમ 8.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ ન તૂટે તેવો મજબૂત બનાવાયો છે. વધુમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપર પણ 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા કલાકના 220 કિ.મી.ની ઝડપે ફૂકતા પવનની પણ અસર ન થાય તેવી મજબૂત બનાવાઇ છે.

રિપોર્ટર -કિરણ તડવી ગરૂદેસ્વેર


Share to

You may have missed