November 21, 2024

નર્મદા જિલ્લાના મોવી-દેડીયાપાડા રોડનું તાત્કાલિક દૂરસ્તી કામ હાથ ધરીને લાઇટ-વેઇટ વાહનોની અવર-જવર માટે ખૂલ્લો મૂકાયો

Share to





નર્મદા જિલ્લામાં તાજેતરમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જિલ્લાના ઘણા રસ્તાઓ તથા નાળાઓને નુકશાન થયેલ છે. જેવા કે, સ્ટ્રક્ચર તૂટી જવું, રસ્તા પર ઓવર ટોપિંગના લીધે થયેલ નુકશાન, રસ્તા પર આજુબાજુના ખેતરોની માટી આવતા સાઇડ સોલ્ડર્સનું ધોવાણ વગેરેને કારણે અનેક રસ્તાઓ બંધ કરવાની જરૂર પડી છે. જેમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળ આવતા મોવીથી-દેડીયાપાડા રોડ જેનું સ્ટ્રક્ચર તૂટવાને કારણે રસ્તો બંધ કરવામાં આવેલ હતો. જેને વરસાદ બંધ થવાની સાથે જ તાત્કાલિક સમારકામ ચાલુ કરીને લાઇટ-વેઇટ વાહનોની અવર-જવર માટે આ રસ્તો ચાલુ કરી દેવાયો છે.

રિપોર્ટ. દિનેશ વસાવા. ડેડીયાપાડા


Share to

You may have missed