November 21, 2024

રાજપારડી નજીક ભૂંડવા ખાડીનું પાણી પુલ પર ફરી વળતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ

Share to

આશરે 4 થી 5 કલાક બાદ ફરી માર્ગ શરૂ થતા વાહન ચાલકો ને રાહત ..

રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

રાજપીપળા,ઉમલ્લા,રાજપારડી થી ઝઘડિયા, અંકલેશ્વર, સુરત તરફ જતા વાહન ચાલકો અટવાયા હતા 

ઝઘડિયા તાલુકાનાં રાજપારડી નજીક આવેલી ભૂંડવા ખાડી નું પાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા સ્ટેટ હાઇવેના પુલ પર ફરી વળતાં આ માર્ગ સદંતર બંધ થયો હતો, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભૂંડવા ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતાં ખાડીનું પાણી પુલ પર ફરી વળ્યું હતું, જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, રાજપીપળા રાજપારડી થી ઝઘડિયા અંકલેશ્વર ભરૂચ,સુરત તરફ જતા વાહનચાલકો અટવાયાં હતાં, પુલ પર પાણી ફરી વળતાં આરએનબીના નાયબ એન્જિનિયર સ્થળ પર દોડી આવ્યા હતા અને રાજપારડી પોલીસને સાથે રાખી આ માર્ગ પર વાહનોની અવર જવર  બંધ કરવામાં આવી હતી, રસ્તો બંધ થઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી પુલ પર ફરી વળેલા પાણીના દ્રશ્યો જોવા માટે સ્થાનિક લોકો ઉમટી પડયાં હતાં…

ત્યારે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં મંગળવારે મુશળધાર વરસાદ વરસતા ચારે તરફ જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી ભારે વરસાદને પગલે પંથકના નદી,નાળા,ખાડીઓમાં ઘોડાપુર આવતા ખેતરોમાં ચૌ તરફ પાણી ભરાયા હતા ત્યારે ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ તરફથી ઝઘડીયા તરફ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર આવતી ભુંડવા ખાડીના પુલ પરથી વરસાદી પાણી ધસમસતા પસાર થતા આ માર્ગને તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો આ માર્ગ બંધ કરાતા રાજપારડી તરફથી ઝઘડીયા,ભરૂચ,અંકલેશ્વર તરફ જતા અને ઝઘડીયા તરફથી રાજપારડી,ઉમલ્લા અને રાજપીપલા તરફ જતા વાહન ચાલકો અટવાયા હતા સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજપારડી નજીકની ભુંડવા ખાડી પરના પુલ પર ખાડીમાં આવેલા પુરના પાણી અંદાજે બપોરે ૧ વાગે પસાર થતા માર્ગ અને મકાન વિભાગ ભરૂચ તેમજ રાજપારડી પોલીસ દ્વારા સાવચેતીના ભાગ રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો હતો..

આ માર્ગ બંધ કરતા અંકલેશ્વર,ભરૂચ,તેમજ રાજપીપલા આવતા જતા વાહન ચાલકો અટવાયા હતા ભુંડવા ખાડીના પુલ નજીક કોઇ હોનારત ના થાય અને લોકોની સલામતી માટે તંત્ર દ્વારા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો અને ૪ થી ૫ કલાક સુધી માર્ગ બંધ કરવામાં આવ્યો હતો અને પાણી નો પ્રવાહ ઓછો થતાં માર્ગ ને ફરી ચાલુ કરવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ રાજપારડી નગરની કેટલીક સોસાયટી,ફળીયાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકો ઘરોમાં કેદ થયા હતા

સમાચાર તથા જાહેરાત માટે કોલ કરો -9978868200

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed