September 7, 2024

ફાયર સેફટી વગર જ ઉદ્ઘાટન કરી શરૂ કરી દેવાઈ રાજપીપળા DGVCL કચેરી, તંત્ર ના બેવડા ધોરણ 

Share to

અગાઉ ફાયર સેફટી ના હોઈ જિલ્લા ની એક માત્ર જનરલ સિવિલ હોસ્પિટલ અને ગવર્મેન્ટ હાઈસ્કૂલ ને પાલિકા દ્વારા સિલ કરી દેવાઈ હતી

ઈકરામ મલેક રાજપીપલા: 

બહુમાળી ઇમારતો મા આગ લાગવાની ઘટનાઓ થી સફાળી જાગેલી ગુજરાત સરકારે ફાયર સેફટી વગર ની ખાનગી કે સરકારી ઇમારતો ને ફરજીયાત પણે ફાયર સેફટી ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા અને આગ લાગવા ના સમયે ઇમારત માંથી બહાર નીકળવા માટે વૈકલ્પિક દાદર ની સુવિધા ઉભી કરવાના આદેશો આપ્યા હતા.

 આથી રાજપીપળા પાલિકા દ્વારા જિલ્લા ની એક માત્ર જનરલ સિવિલ હોસ્પિટલ અને ગવર્મેન્ટ હાઈસ્કૂલ ને ફાયર સેફટી ના અભાવે સિલ મારી દીધું હતું અને જ્યાં સુધી ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી સનલગ્ન વિભાગ તરફ થી NOC ના મળે ત્યાં સુધી ઇમારત ના જાહેર વપરાશ ઉપર પ્રતિબંધ લગાવી દીધું હતું.

 રાજપીપલા નગરપાલિકાએ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાને લીધે રાજપીપળા સરકારી હાઇસ્કૂલનું બિલ્ડિંગ સપ્ટેમ્બર 2021 સીલ માર્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધી એ શાળાના વિદ્યાર્થીઓ અલગ અલગ 3 શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા.જો કે 28/06/2022 ના રોજ ફાયર સેક્ટીની એન.ઓ.સી મળી જતા રાજપીપલા સરકારી હાઇસ્કૂલ રાબેતા મુજબ શરૂ થવા ની હવે શકયતા છે….

તો બીજી બાજુ સપ્ટેમ્બર 2021 માં જ રાજપીપલામાં નવી બનેલી વીજ કચેરીમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાનું સામે આવ્યું છે.ત્યારે જો વિદ્યાર્થીઓના શિક્ષણનો વિચાર ન કરી રાજપીપળા પાલિકા સ્કૂલને સીલ મારી શકતી હોય તો વીજ કંપનીને કેમ સીલ મારી ન શકે??

  આ બાબતે “દુરદર્શી ન્યુઝ” ના પત્રકારે રાજપીપલા ડી.જી.વી.સી.એલ ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એચ.ડી.રાણા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે અમે આજથી 2 મહિના પેહલા જ ફાયર સેફ્ટીની સુવિધા માટે ટેન્ડરીંગ પ્રક્રિયા કરી દીધી છે, ફાયનલ સ્ટેજ પર છે.એચ.ડી.રાણાના જવાબ પરથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અગાઉના અધિકારીના ધ્યાનમાં કેમ આટલી ગંભીર બાબત ધ્યાનમાં નહિ આવી હોય, જો મોટી ઘટના ઘટે અને જાન હાની થાય તો એનો જવાબદાર કોણ.હવે જ્યાં સુધી ફાયર સેફ્ટીની એન.ઓ.સી ન મળે ત્યાં સુધી નવી વીજ કંપનીના બિલ્ડિંગને પણ સીલ મારવું જોઈએ એવી લોક માંગ ઉઠી છે.


Share to

You may have missed