મહિલા ઉમેદવારો તા.૨૦ જુલાઈ સુધીમાં અરજી કરી શકશે
———
સુરત:શનિવાર: રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના ભાગરૂપે રોજગાર અને તાલીમ હેઠળની સુરતના ભીમરાડ ખાતે મહિલા ઔદ્યોગિક તાલીમસંસ્થામાં મહિલાઓ માટે વ્યવસાયલક્ષી કોર્ષમાં વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. જેમાં વિવિધ વ્યવસાયલક્ષી કોર્ષ તેમજ તેની લાયકાત આ મુજબ છે. કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ઇન્ટીરિયર ડેકોરેશન એન્ડ ડિઝાઇન, ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી, હેલ્થ સેનેટરી ઇંસ્પેક્ટર, કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) આ તમામ કોર્ષની પ્રથમ રાઉન્ડની પ્રવેશપ્રક્રિયા હાલ શરૂ છે. કોર્ષનો સમય ગાળો ૧ વર્ષ અને પ્રવેશ માટેની લાયકાત ૧૦ પાસ છે. આ ઉપરાંત ઇન્ફર્મેશન & કોમ્યુનિકેશન ટેક્નોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ કોર્ષનો સમયગાળો બે વર્ષ છે, જેની પ્રવેશ લાયકાત ૧૦ પાસ છે.
પ્રવેશ મેળવવા ઇચ્છુક મહિલા ઉમેદવારો સંસ્થા ખાતેથી અથવા https://itiadmission.gujarat.gov.in ઉપર ઓનલાઈન પ્રવેશફોર્મ ભરીને જરૂરી પ્રમાણપત્રો સાથે રૂ.૫૦/- રજિસ્ટ્રેશન ફી ભરી નજીકની કોઇપણ આઇ.ટી.આઇ. માં જમા કરવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦ જુલાઈ ૨૦૨૧ છે એમ આઈ.ટી.આઈ., ભીમરાડના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયુ છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.