સુરત:શનિવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા S.S.C./H.S.C. (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) જુલાઈ-૨૦૨૧ની રિપીટર, ખાનગી, પૃથક વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તા.૧૫ થી ૨૮ જુલાઈ દરમિયાન યોજાનાર છે, જેથી પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં શાંતિમય વાતાવરણ રહે અને પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુ સાથે પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કે ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે તા.૧૫ જુલાઈ રાત્રીના ૧૨:૦૦ વાગ્યાથી તા.૨૭ જુલાઈ ૨૦૨૧ રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સાથે કોરોના વાયરસ અનુસંધાને પરીક્ષા કેન્દ્રો પર આવનાર તમામ વિદ્યાર્થીઓને કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું તેમજ તમામે ફરજિયાત માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રીજ્યા અંદર ઝેરોક્ષ સેન્ટર પર અને પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલા કોઈપણ કર્મચારીઓ (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે. આ જાહેરનામાના હુકમનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.