સુરત:શનિવાર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તા.૧૧મી જુલાઈએ બપોરે ૨.૦૦ વાગ્યે ખજોદ સ્થિત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે. ત્યારબાદ ૨.૪૫ વાગ્યે સંજીવકુમાર ઓડીટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમ બાદ નવનિર્મિત પાલ-ઉમરા બ્રિજનું લોકાર્પણ કરશે. સાંજે ૪.૦૦ વાગ્યે વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક ‘અંતરના ઝરૂખેથી’નું વિમોચન કરશે. કાર્યક્રમ પૂર્ણ થયે સુરત એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.