November 21, 2024

સુરતમાં ઉજવાશે વિકાસપર્વ: મુખ્યમંત્રીના હસ્તે સુરતીઓને મળશે કરોડોના વિકાસકામોની ભેટ

Share to


મનપા અને સુડાના રૂ.૧૨૭૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ
——–
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂા.૩૦૭.૪૦ કરોડના ખર્ચે સાકારિત ૪૩૧૧ આવાસોનું લોકાર્પણ કરશે
——-
રૂ।. ૯૦ કરોડના ખર્ચે તાપી નદી પર ઉમરા-પાલને જોડતા બ્રિજને ખુલ્લો મૂકાશે
———
સુરત:શનિવાર: કોરોનાકાળમાં પણ વિકાસયાત્રાને જારી રાખતાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે સુરતીઓને કરોડોના વિકાસકામોની ભેટ સાથે સુરત શહેરમાં વિકાસપર્વ ઉજવાશે. મુખ્યમંત્રીશ્રી મનપા અને સુડાના રૂ.૧૨૭૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કરશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં રૂા.૩૦૭.૪૦ કરોડના ખર્ચે સાકારિત ૪૩૧૧ આવાસોનું લોકાર્પણ ઉપરાંત મનપા દ્વારા નિર્મિત રૂ.૧૨૯.૭૬ કરોડના ૧૮૬૫ આવાસો અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા રૂા.૬૭.૬૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૧૬૮૯ આવાસોના ડ્રો કરશે. સાથોસાથ રૂ.૯૦ કરોડના ખર્ચે તાપી નદી પર ઉમરા-પાલને જોડતા નવનિર્મિત બ્રિજને ખુલ્લો મૂકાશે. સુરત મહાનગરપાલિકા દ્વારા સાકારિત વિકાસકાર્યો શહેરીજનોની સુખસુવિધામાં વધારો કરશે.


Share to

You may have missed