November 20, 2024

આગ અકસ્માતમાં ભોગ બનનાર લોકોને તાત્કાલિક સહાય ચુકવવા પૂર્વ ધારાસભ્યની મુખ્યમંત્રીને રજુઆત

Share to





નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તેમજ સાગબારાના આગ અકસ્માતમાં ભોગ બનનાર પરિવારોને ત્રણ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં સહાય ન મળતા પૂર્વ વન મંત્રી અને ડેડીયાપાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મોતિલાલ વસાવા એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ભોગ બનનાર પરિવારને તાત્કાલિક ધોરણે સહાય ચુકવવા જણાવ્યું છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના આગ અકસ્માતમાં જુદા-જુદા 19 ઘર માલિકોના ઘર અને ધરવખરીને નુકશાન થયેલ છે. તેમજ સાગબારા તાલુકાના બે પરિવારોને નુકશાન થયેલ છે. આ અકસ્માતને ૩ (ત્રણ) મહિના જેટલો સમય થવા છતાં પણ સહાય કે સરકાર દ્વારા કોઇ મદદ મળેલ નથી . પાટવલી ગામેં 2 માર્ચના રોજ કાચા ઘરોમાં આકસ્મિક આગ લાગતા કાચા ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઉપરાંત ઘરમાં રાખેલો ઘરવખરીનો સામાન તેમજ પશુઓના પણ મોત થયા હતા. આ ગરીબ પરિવારને સરકારી સહાય ન મળતા 45 ડીગ્રી ઉનાળાના ધોમધખતા તાપમાં તાડપત્રીના સહારે લોકોને રહેવાની ફરજ પડી હતી. હાલ ત્રણ મહિના વીતી ગયા અને ચોમાસાનો સમય શરૂ થવાનો છે ત્યારે આ પરીવારના માથે છત પણ ન હોવાને કારણે સત્વરે સહાય મળે તો પોતાના ઘર બનાવી શકે તથા ઘરવખરી ખરીદી શકે.
તેમજ હાલમાં જ ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ થતા કણજી વાંદરી ગામ ખાતે દેવ નદીમાં 8 વર્ષની મમતાબેન વસાવા તણાઈ જતા આકસ્મિક મૃત્યુ થયેલ છે. તેમજ સીમાઆંબલી ગામ ખાતે આકાશી વિજળી પડતા ગીતાબેન કાલીયાભાઈ વસાવા મૃત્યુ થયેલ છે. આ તમામ ને તાત્કાલિક સહાય મળે તે માટે પૂર્વ મંત્રી દ્વારા રજુઆત કરવામાં આવી છે.

રિપોર્ટ. દિનેશ વસાવા. ડેડીયાપાડા. 9909355809


Share to

You may have missed