November 20, 2024

સેલંબા ખાતે 9 મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી માટે સામાજિક કાર્યકરોની બેઠક મળી.

Share to




9 મી ઓગષ્ટ એટલે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ. આ દિવસે સમગ્ર વિશ્વમાં વસેલા આદિવાસીઓ ધામધૂમથી ઉજવણી કરે છે. સેલંબા ખાતે આગામી 9 મી ઓગષ્ટના રોજ થનારી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી બાબતે સાગબારા તાલુકાના આદિવાસી સામાજિક કાર્યકરોની એક બેઠક સેલંબા ખાતે બિરસા મુંડા ચોકમાં યોજાઈ હતી. આ બેઠકમાં ઉજવણી તેમજ ક્રાંતિવીર બિરસામુંડાની પ્રતિમા બનાવવા માટે તેમજ સેલંબા ખાતે બિરસામુંડા ચોકમાં ક્રાંતિવીર બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આદિવાસી સમાજના આશરે 150 જેટલા સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ. દિનેશ વસાવા. સાગબારા. 9909355809


Share to

You may have missed