November 21, 2024

માંડવી તાલુકાની ૧૦ ગામોની આંગણવાડીઓમાં પ્રાથમિક સુવિધાઓ અંતર્ગતમોટર, બોર અને ટાંકી સહિતના કામો મંજૂર

Share to


સુરતઃબુધવારઃ- માંડવી તાલુકાઓમાં આદિવાસી બાળકોને આંગણવાડીઓમાં પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધિ હેતુ જિલ્લા આયોજન મંડળની ૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ ટી.એ.એસ.પી. અંતર્ગત રૂા.૪ લાખના ખર્ચે ૧૦ ગામોની આંગણવાડીઓમાં બોર, પાણીની ટાંકી, મોટર સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
રૂા.૫૦-૫૦ હજારના ખર્ચે દઢવાડા-૩, કીમડુંગરા-૧, ઉશ્કેર રામકુંડ, મુંજલાવ, બોરીગાળા-૩, વાંકલા-૧ ગામો ખાતે બોર, મોટર, ટાંકી સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂા.૨૦ હજારના ખર્ચે સાલૈયા ગામે મોટરનું કામ, તથા વરેઠી-૧ અને વિરપોર-૧ ગામે રૂા.૨૫-૨૫ હજારના ખર્ચે મોટર-ટાંકીનું કામ તથા આંબાપુર ગામે રૂા.૩૦ હજારના ખર્ચે મોટર તથા ટાંકીનું કામ મંજૂર કરવામાં આવ્યું છે.
-૦૦-


Share to

You may have missed