November 21, 2024

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકાનું ડોર ટુ ડોર જનજાગૃત્તિ અભિયાન

Share to


સુરત:ગુરૂવાર: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા માસિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જેમાં ઘન કચરાનું વ્યવસ્થાપન, સંચાલન, સ્વચ્છતા, વર્ગીકરણ અને કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર જનજાગૃત્તિ અભિયાનને વેગવંતુ કરાયું હતું. અભિયાન અંતર્ગત ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ, સેનિટરી કચરો, ઘરનો કચરો, રમકડાં, કાગળ, પ્લાસ્ટિક અને તમામ પ્રકારના કચરાના વર્ગીકરણ અંગે નાગરિકોને સમજ આપવામાં આવી હતી.
અભિયાન હેઠળ રાજયના તમામ શહેરો, નગરો અને ગામડાઓ સ્વચ્છ અને સુઘડ બને, ૧૦૦ ટકા સફાઇ થાય, ઘરે ઘરેથી કચરો એકત્ર થાય, ઘન તેમજ પ્રવાહી કચરાનું સુવ્યવ્યસ્થિત એકત્રીકરણ અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે માટે અમલી રાજ્ય સરકારની માર્ગદર્શિકા અંગે જાણકારી આપવામાં આવી હતી.


Share to

You may have missed