September 7, 2024

૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળમાંડવી તાલુકામાં રૂા.૩૪ લાખના ખર્ચે ૨૮ જેટલા વિકાસકામો મંજુરઃ

Share to


——
સુરતઃગુરૂવારઃ- જિલ્લા આયોજન મંડળ હેઠળ ૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ ટી.એ.એસ.પી. અંતર્ગત માંડવી તાલુકામાં રૂા.૩૪ લાખના ખર્ચે ૨૮ જેટલા રસ્તા, ગટરલાઈન, બોર સહિતના વિકાસકામો મંજુર કરવામાં આવ્યા છે. જેમાં રૂા.૬૦-૬૦ હજારના ખર્ચે બૌધાન, પુના, રખસખડી, ઘંટોલી ગામે બોર વિથ હેન્ડપંપના કામો સાકારિત થશે. જયારે સરકુઈ ગામે રૂા.ત્રણ લાખના ખર્ચે પેવરબ્લોક, કાકરાપાર અને બડતલ ગામે રૂા.ત્રણ-ત્રણ લાખના ખર્ચે ડામર તથા સી.સી.રસ્તાના કામો મંજૂર કરાયા છે. ગોડધા ગામે દુધ ડેરીથી લિબરવાડી ફળીયા સુધી રૂા.૧.૯૦ લાખના ખર્ચે ડામર રોડ, સરકુઈ ગામે રૂા.ત્રણ લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ, રૂા.ત્રણ-ત્રણ લાખના ખર્ચે બડતલ ગામે ડામર રોડ તથા કાકરાપાર ગામે બગલાટોઈ ફળીયામાં સી.સી. રોડ બનશે.
રૂા.૨.૫૦ લાખના ખર્ચે કલમકુવા ગામે ગાંધી વડથી પ્રતાપભાઈના ઘર સુધી ડામર રોડ, વરેઠ ગામે ભાતભાઈ ફળીયામાં રૂા.૧.૫૦ લાખના ખર્ચે ડામર રોડ, રૂા.૨ લાખના ખર્ચે કામકાપાર ગામે હસમુખભાઈના ઘર પાસે બોર, મોટર ટાંકીનું કામ, જયારે ખાત્રાદેવી, ઝરી દઢવાડા, અમલસાડ ગામે રૂા.૭૦-૭૦ હજારના ખર્ચે બોર, મોટરનું કામ મંજૂર કરાયું છે. ફળી ગામે રૂા.પાંચ લાખના ખર્ચે ગામીત ફળીયા નવી વસાહતમાં ગામીત ફળીયામાં જવા માટે રસ્તા પર સ્લેબ ડ્રેઈનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. આ ઉપરાત સઠવાવ ગામે કોળી ફળિયામાં રૂા.એક લાખના ખર્ચે બોર, મોટર ટાંકીનું કામ નરેણા ગામે ખરોલી મુખ્ય રસ્તાથી ભીમસીંગભાઈના ઘર સુધી પેવર બ્લોકના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
-૦૦-


Share to

You may have missed