November 21, 2024

ઝઘડીયા ના નવી તરસાલી ગામે લોન ભરપાઇ કરવાનું કહી જુઠા અશ્લિલ ફોટા સોસિયલ મિડીયામાં વાયરલ કરતા પોલીસ ફરિયાદ…

Share to

ડી એન એસ ન્યૂઝ ભરૂચ 24-05-22

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ઓનલાઇન એપ્લીકેશન પરથી રુ.૨૫૦૦ લોન લીધા બાદ ભરપાઇ કરી દીધેલ હોવા છતાં આ કૃત્ય કરાયું હોવાનો આક્ષેપ

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામે રહેતા પઠાણ આમીરખાન લિયાકતખાને ૧૫ દિવસ પહેલા ગુગલ પ્લે સ્ટોર પરથી લોન બ્રો નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ તેમણે આ એપ્લીકેશનના માધ્યમથી રુ.૨૫૦૦ ની લોન લીધી હતી. તેમના જણાવ્યા મુજબ આ લોનની તેમણે સમયસર ચુકવણી કરી દીધી હતી. ત્યારબાદ ગતરોજ તા.૨૩ મીના રોજ તેમના મોબાઇલ પર કોઇ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ દ્વારા જણાવ્યુ હતુંકે તમારી લોનનું પેમેન્ટ બાકી છે, તમે ભરપાઈ કરી દો જો રકમ ભરપાઇ નહી કરોતો તમારા જુઠા બનાવેલ અશ્લિલ ફોટા તમારા પરિવારને મોકલીને તમને બદનામ કરીશ. ત્યારે આમીરખાને જણાવેલ કે મેં લોન ભરી દીધેલ છે, તમે ખોટી કનડગત ના કરો.તેમણે માંગણી કરેલ રકમ ન આપતા તેમના જુઠા બનાવેલ અશ્લિલ ફોટા તેમના સંપર્કની વ્યક્તિઓને મોકલાયા હતા.

આ કૃત્ય બે દિવસથી થતું હોવાની જાણ થઇ હતી. મિત્રો અને સંબંધીઓમાં આ મુજબની ખોટી બદનામી થઇ હોવાની વાત સાથે પઠાણ આમીરખાન લિયાકતખાને રાજપારડી પોલીસમાં તેમને બદનામ કરનાર આ અજાણ્યા મોબાઇલ નંબરવાળા ઇસમ વિરુધ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવાયું હતુંકે આ અજાણ્યા મોબાઇલ નંબરવાળા ઇસમને તાકીદે ઝડપી લઇને તેની સાથે સખત કાર્યવાહી કરવામાં આવે, જેથી આવા કૃત્યનો ભોગ અન્ય વ્યક્તિઓ ના બને.રાજપારડી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


Share to

You may have missed