December 1, 2024

સુરતના બમરોલી સ્થિત અત્યાધુનિક ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગંદા પાણીમાંથી દૈનિક ૪૦ એમ.એલ.ડી. ટ્રીટેડ વોટરમાં પરિવર્તિત કરે છે

Share to


————
‘વેસ્ટમાંથી બેસ્ટ’ નું ઉદાહરણ પૂરું પાડતી સુરત મહાનગરપાલિકા
———–
સુરતઃબુધવારઃ- સુરત શહેર કાપડ ઉદ્યોગનું હબ ગણાય છે. અહીના ટેક્ષટાઇલ ઉદ્યોગોને ઉત્પાદન પ્રક્રિયામાં દૈનિક ધોરણે લાખો લિટર પાણીની જરૂરિયાત રહે છે. પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ મહત્વનું ટેક્ષટાઇલ ક્લસ્ટર છે, જ્યાં ૧૨૫ થી વધુ ડાઈંગ અને પ્રિન્ટીંગ યુનિટો આવેલા છે. જેમને દૈનિક ૬૦ એમ.એલ.ડી. પાણીની જરૂરિયાત રહે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બમરોલી ખાતે વર્ષ ૨૦૧૭ થી અત્યાધુનિક ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ (TTP) કાર્યરત છે. આ ૪૦ એમ.એલ.ડી.ની ક્ષમતા ધરાવતાં પ્લાન્ટમાં ગંદા પાણીને ઔદ્યોગિક એકમો માટે વાપરી શકાય એવું ટ્રીટેડ વોટરમાં પરિવર્તિત કરે છે. પ્લાન્ટ સેન્ડ ફિલ્ટરેશન, ડિસ્ક ફિલ્ટરેશન, અલ્ટ્રા ફિલ્ટરેશન, રિવર્સ ઓસ્મોસીસ અને એક્ટીવેટેડ કાર્બન ફિલ્ટર ટેકનોલોજીથી સજ્જ છે, જે દરરોજ ૧૦૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટરમાંથી ૪૦ એમ.એલ.ડી. ટ્રીટેડ વોટર બનાવે છે. આ ફિલ્ટર્ડ પાણીને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ઔદ્યોગિક એકમોને પોષણક્ષમ ભાવે વેચાણ કરવામાં આવે છે. ‘વેસ્ટમાંથી બેસ્ટ’ નું ઉદાહરણ પૂરું પાડતી સુરત મનપા વધારાની આવક પણ મેળવી રહી છે.
-૦૦-


Share to

You may have missed