જિલ્લા કલેકટર આયુષ ઓકે નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લીધીઃ
સુરતઃબુધવારઃ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર સંચાલિત ઘોડદોડ રોડ સ્થિત નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લીધી હતી, જ્યાં નારી સંરક્ષણ ગૃહની વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં નારી સંરક્ષણ ગૃહની આશ્રિત બહેનોના પ્રશ્નો તેમજ પુન:સ્થાપનની ચર્ચા કરવામાં આવી હતી. નારી સંરક્ષણગૃહમાં આશ્રિત પિન્કીબહેનને પોતાના વતન ઉત્તરપ્રદેશ મુકવા હેતુ કોઈ એન.જી.ઓ સાથે સંકલન કરી ગૃહના કોઈ એક સ્ટાફ સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. સંસ્થા અને સ્ટાફ ક્વાટર્સના જરૂરી રિનોવેશન માટે તાત્કાલિક કામગીરી પુર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને સુચના આપી હતી.
-00-
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો