November 19, 2024

સુરત જિલ્લાના ૪૦ લાભાર્થીઓને ‘કુંવરબાઈનું મામેરૂ’ યોજના હેઠળ સહાયઃ

Share to


———–
યોજનાની સહાયથી પરિવારને આર્થિક આધાર મળ્યો છે: અનિશાબેન ફણસિયા
———–
સુરત:બુધવાર: સરકારની અનેક યોજનાઓ અંતર્ગત અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, તેમજ અન્ય પછાત વર્ગોને લાભો મળતા આવ્યા છે. જેમાં ‘કુંવરબાઈનું મામેરૂ’ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાના લગ્નપ્રસંગે મામેરા ખર્ચને પહોંચી વળવા માટે રૂ.દસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે. અમલીકરણ કચેરી નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ કચેરીએ ગત વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૩૦ મહિલાઓને અને વર્તમાન વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦ મહિલાઓને આ યોજનાની સહાય આપવામાં આવી છે.
મૂળ કોસંબા, તરસાડીના ૩૨ વર્ષીય લાભાર્થી ફણસિયા અનિશાબેન હાલ ઉધના ખાતે તેમના પતિ નિતીનકુમાર સાથે રહે છે. તેઓ જણાવે છે કે, ‘કુંવરબાઈનું મામેરૂ’ યોજના હેઠળ અમે લગ્નના ૯ મહિના બાદ ફેબ્રુઆરી-૨૦૨૦માં ફોર્મ ભર્યું હતું, જેના ૬ થી ૮ મહિનાના સમયગાળામાં સીધા બેંક ખાતામાં જ પૈસા જમા થઇ ગયા હતા. યોજનામાં મળતી સહાયથી અમને આર્થિક આધાર મળ્યો છે. સુરતના અન્ય લાભાર્થી ૨૬ વર્ષીય અપેક્ષાબેન સોલંકી જેઓ હાલ કચ્છ ગાંધીધામમાં રહે છે, તેઓ જણાવે છે કે, ‘મારા લગ્ન વર્ષ ૨૭ ફેબ્રુઆરી-૨૦૨૦ ના રોજ પિન્ટુ પારનેરિયા સાથે થયા. અમે લગ્નના થોડાક સમય બાદ કુંવરબાઈનું મામેરું યોજનાના લાભ માટે અરજી કરી હતી. જે માત્ર ૩ થી ૪ મહિનાના ટૂંકા ગાળામાં જ મંજૂર થઇ. યોજનાકીય સહાયથી ઘર વસાવવાના સાધનો લેવામાં સહાય મળી છે.
સૈયદપુરા વિસ્તારમાં રહેતા લાભાર્થી ગીતાબેન સોલંકી જણાવે છે કે, ‘મારા લગ્ન ૨૦૧૯ માં એસ.એમ.સી. હાઇડ્રોલિક વિભાગમાં નોકરી કરતા ગિરધર પારધી સાથે થયા. અમે ૨૦૨૦ ના અંતિમ મહિનામાં યોજનાના લાભ માટે અરજી કરી હતી. માર્ચ-૨૦૨૧ સુધીમાં મંજૂરી મળી ગઈ હતી. યોજનાના લાભ થકી અમે અમારા સપનાઓનું ઘર બનાવવાની દિશામાં એક પગલું ભર્યું છે. આ યોજનાથી માત્ર અમને જ નહીં, પણ અનેક દંપત્તિઓને આર્થિક સહાય મળી છે. જેના માટે અમે રાજ્ય સરકારના આભારી છીએ.’


Share to

You may have missed