November 21, 2024

રાજપીપળા :બેન્ક ઓફ બરોડા ની બહાર ગરમી મા શેકાઈ રહેલા ગ્રાહકો

Share to

ઈકરામ મલેક:રાજપીપળા

ગત નાણાકીય વર્ષ 2020-2021 મા (₹7272.28) સાત હજાર, બસ્સો, બોત્તેર કરોડ જેટલો અધધ નફો રળી ચુકેલી બેન્ક ઓફ બરોડા ગ્રાહકો ને તડકે કેમ રાખે છે??

50હજાર જેટલા ગ્રાહકો ધરાવતી રાજપીપળા ની બેન્ક ઓફ બરોડા શાખા ની બહાર ભર ગરમી મા ગ્રાહકો તડકે શેકાઈ રહ્યા છે, ગ્રાહકો પાસે થી આને બાને અસંખ્ય ચાર્જ વસુલતી બેંકો ગ્રાહકો ને સુવિધા આપવામાં કંજુસાઈ કરે છે. એનો આ બોલતો પુરાવો છે.

બેન્ક ગ્રાહક પાસે થી સ્ટેશનરી ચાર્જ, ATM ઉપાડ કરવા ઉપર, SMS મોકલવા અને મિનિમમ બેલેન્સ મેન્ટેન સહિત અન્ય ઘણા બધા ચાર્જ વસુલે છે, કેટલીક વખત તો ગ્રાહકો ની એ પણ જાણ નથી હોતી કે તેમના ખાતા માંથી કયા કારણોસર કેટલા રૂપિયા કપાઈ ગયા છે.

રાજપીપળા બેન્ક ઓફ બરોડા સ્ટેશન રોડ શાખા ના મેનેજર ને અગાઉ ગરમી મા શેકાઈ રહેલા ગ્રાહકો માટે છાંયડો કરવાની રજુઆત કરતા “તમારો કોઈ અંગત પ્રશ્ન હોય તો જણાવો બીજા બધા ની ચિંતા છોડો ” તેવું બેજવાબદાર જવાબ આપ્યો હતો. પણ બીજી તરફ મૂંગા મોઢે હાલાકી વેઠી રહેલા ગ્રાહકો નો પણ એટલોજ દોષ છે કે તેઓ તેમને પડી રહેલી અસુવિધા સામે ચુપ રહે છે, જાગૃત ગ્રાહકો ને અભાવે બેન્ક ના વહીવટદારો છૂટો દોર મળતો હોય છે.

રાજપીપળા ની બેન્ક ઓફ બરોડા સહિત અન્ય બેંકો ની બહાર ગરમી મા લાઇન મા ઉભા રહેતા ગ્રામીણ ગ્રાહકો ને જોઈ ને કોઈ નેતા કે લોક પ્રતિનિધિ ને દયા કેમ નથી આવતી એ પણ વિચારવા લાયક વાત છે.


Share to

You may have missed