November 21, 2024

રાજપીપળા: દક્ષિણ ફળિયા ની નવી આંગણવાડી બનાવવામાં આવશે

Share to


ઈકરામ મલેક: રાજપીપળા

રાજપીપળા દક્ષિણ ફળિયા ની આંગણવાડી ના નવા મકાન માટે સ્થળ પસંદગી માટે સંકલિત બાળ વિકાસ યોજના ના પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્ના બેન અને CDPO હેમાંગી બેન દ્વારા આજે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. અને હાજર રહેલા વાલીઓ પાસે થી જગ્યા ની પસંદગી બાબતે અભિપ્રાય લેવામાં આવ્યા હતા.


  દક્ષિણ ફળિયા કાળકામાતા મંદિર પાસે આવેલી બાળ આંગણવાડી ના મકાન ની જર્જરિત હાલત અને ગંદકી બાબતે સંબંધિત અધિકારી ઓ નું ધ્યાન દોરી સ્થાનિકો દ્વારા 2019 થી સદર મકાન ને નવું બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી, તેમજ જુના મકાન મા 12 વર્ષ થી પીવા ના પાણી નું કનેક્શન સુદ્ધાં નોહતું. 

સદર મકાન ની આજુબાજુ ગંદકી અને અંધારીયું અને હવા ઉજાસ વગર નું હોઈ નાના બાળક ની હાલત કફોડી બનતી હોય એમના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડતી હોય આંગણવાડી નું મકાન અન્યત્ર ખેસડવાની પણ માંગ લાંબા સમય થી કરવામાં આવી હતી.

ત્યારે સંકલિત બાળ વિકાસ વિભાગ ના અધિકારી ઓ દ્વારા આ વાલીઓ ની માંગણી ને ધ્યાને લઈ આંગણવાડી નું નવુ મકાન બનાવવાની દરખાસ્ત સરકાર મા મોકલવામાં આવી હતી જે મંજુર થતાં વાલીઓ મા આનંદ પ્રવર્તી રહ્યો છે. સંકલિત બાળ વિકાસ વિભાગ ના અધિકારી ઓ દ્વારા ત્રણ જેટલા સ્થળ ની તપાસ કરવામાં આવી હતી. સનલગ્ન વિભાગ પાસે જગ્યા અંગે માંગણી કરવામાં આવશે અને મંજુર થયે થી આગળ ની કામગીરી કરાશે તેમ જાણવા મળ્યું છે.


Share to

You may have missed