November 21, 2024

ભરૂચ જીલ્લામાં પેટ્રોલ પંપ પર બંદૂકની અણીએ થયેલી લૂંટના બનાવમાં 2 ઝડપાયા

Share to


ભરૂચ જિલ્લામાં ગત 9 મે‌ ના રોજ મોડી રાત્રે દહેજ થી આમોદ જતા રોડ ઉપરના ચાંચવેલ ગામ નજીકના વેલકમ પેટ્રોલ પંપ ઉપર બે લુંટારૂ મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવાના બહાને આવ્યા હતા અને પેટ્રોલ પંપ ની ઓફિસમાં રહેલા કર્મીને રિવોલ્વર બતાવી તેને મારી રૂપિયા 31647 ની લૂંટ ચલાવી હતી ત્યાર બાદ બીજા દિવસે નબીપુર નજીકના રંગ કંપનીના પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ત્રણ અજાણ્યા બુકાનીધારીએ મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવાના બહાને પ્રવેશ્યા હતા અને પેટ્રોલ પંપના કર્મીઓ કંઈ બોલે તે પહેલાં મોટરસાયકલ ઉપર આવેલા બુકાનીધારીઓએ રિવોલ્વરની અણીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ભયનો માહોલ ઉભો કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઓફિસનો કાચનો દરવાજો ન ખુલતા લૂંટારૂ ટોળકીએ ખાલી હાથે ભાગવું પડ્યું હતું
પોલીસે બંને લૂંટની ઘટનાનું ઝીણવટ ભરી રીતે તપાસ શરૂ કરી હતી નબીપુરમાં પેટ્રોલ પંપ ઉપરની લૂંટની ઘટના બાદ લૂંટારું ટોળકી મોટરસાયકલ રેલવે ફાટક નજીક છોડી દીધી હતી તપાસ દરિમ્યાન આ મોટરસાયકલ ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક થી ગુમ થઈ હોવાની આ માહિતી સામે આવી હતી લૂંટારું ટોળકી એ સૌપ્રથમ મોટરસાયકલની ઉઠાંતરી કરી લૂંટની ઘટનાઓને અંજામ આપી રહ્યા હોવાનો પર્દાફાશ થયો હતો
પોલીસે નબીપુર નજીકના ગુરુદ્વારા નજીક શંકાસ્પદ બે વ્યક્તિઓની પૂછપરછ કરતા લૂંટનો ભાંડો ફૂટયો હતો બંને પાસેથી જીવતા કારતૂસ તથા દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી ઝડપાયેલા બંનેની કડક પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ રવિન્દરસિગ ઉર્ફે બાજવા બલબીરસિંગ તથા બીજાનું નામ અમિતકુમાર ઉર્ફે વિકી નિર્મલ કુમાર હંસરાજ હોવાનું તેમજ તેમની સાથે વધુ એક સોનુ નામનો શખ્સ હોવાનું બહાર આવ્યું હતું
ભરૂચ જિલ્લામાં બે દિવસ થી મોટરસાયકલ લઈ પેટ્રોલ પુરાવાની પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાને અંજામ આપતા હોવાની ઘટના સામે આવી હતી જેના પગલે લૂંટારું ટોળકી જે મોટરસાયકલ લઈને લૂંટને અંજામ આપતા હતા તે મોટરસાયકલ ભરૂચના નેશનલ હાઇવે 48 ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક બે દિવસ પહેલા ચોરી થઇ હોવાનું વિસ્ફોટ થયો હતો મોટરસાયકલનો માલિક મંદિરે દર્શન કરવા આવ્યો હતો તે દરિમ્યાન તેની મોટરસાઈકલ મંદિર ની બહારથી ચોરી થઇ ગઇ હોવાની કેફિયત રજૂ કરતા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં મોટરસાયકલ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી


Share to

You may have missed