November 21, 2024

LCB નર્મદા એ ચોરાઈ ગયેલી 8 બાઇકો રિકવર કરી! લિસ્ટ જુઓ

Share to

8 મોટરસાઇકલ સાથે 2 આરોપી ને ઝડપી લેવા સાથે 8 જેટલા અનડિટેકટ ગુનાઓ નો ભેદ ઉકેલવાનો પણ શ્રેય LCB નર્મદા ને મળ્યો

ઈકરામ મલેક:નર્મદા

રાજપીપળા નગર ના અલગ અલગ વિસ્તારો અને આજુ બાજુ ના ગામો માં ઘર આગળ પાર્ક કરેલી મોટરસાઇકલો ને ચોરી કરી જવાની ઘટનાઓ એ છેલ્લા 1 વર્ષ થી માઝા મૂકી હતી. લોકો રાત્રે પોતાના વાહન ને લોક મારી નિશ્ચિન્ત થઈ ને સુઈ જાય પણ જ્યારે સવારે ઉઠે ત્યારે તેમનું વાહન ચોરી થઈ ગયું હોય એમ બનતું.

રાત્રી ના અંધકાર નો લાભ ઉઠાવી મોટરસાઈકલો ઉઠાવી જનાર ટોળકી ઓ બિન્ધાસ્ત ચોરી કરી જતી હતી, અને પોલીસ ચોપડે ચોરી ની ફરિયાદ લખાયા પછી એ મોટરસાઈકલ પરત આવવાની શક્યતાઓ નહિવત થઈ જતી કારણકે એમ કહેવાતું કે ચોરી થયેલી બાઇકો ને મધ્યપ્રદેશ ના અંતરિયાળ ગામડાઓ મા વેચી મારવામાં આવતી અને એ એરિયા એટલા જોખમી હોય કે ત્યાં ગુજરાત પોલીસ ને જવું પણ જોખમ કારક હોય અને ત્યાં ની સ્થાનિક પોલીસ વલણ પણ ગુનેગારો તરફી હોય ખાસ મદદ મળતી ન હતી. ત્યારે આવા સંજોગો મા ચોરાયેલી બાઇકો ની પરત આવવા ની શક્યતાઓ મરી પરવારતી હતી.

તારીખ 27/04/2022 ના એક ગુના ના કામે નર્મદા LCB પોલીસ ના માણસો ગોપાલપુરા ગામ પાસે હાઇવે ઉપર નાકાબંધી મા હતા દરમિયાન એમ.પી રાજ્ય ના કેલસિંગ ઉમાનભાઈ અનારે ઉ.વ 20 તથા સંજયભાઈ બાયસિંગ અનારે ઉ.વ 19 બન્ને રહે ઢોલવાની તા.કુક્ષી જી.ધાર એમ.પી નાઓ ને રાજપીપળા ના વડીયા ગામ ખાતે થી ચોરી કરેલી હોંડા સાઈન મોટરસાઈકલ સાથે ઝડપી પાડવામાં આવેલ, બન્ને ની વધુ સઘન પૂછપરછ કરતા તેઓ છેલ્લા ઘણા સમય થી તેઓ ની સાથે (1) સુરુભાઈ બાયસિંગ અનારે, (2) ફુલસિંગ લક્ષ્મણ અનારે (3) કાયદા ના સંઘર્ષ મા આવેલ એક બાળ ગુનેગાર તમામ રહે, ઢેલવણી તા.કુક્ષી જી.ધાર સાથે ભેગા મળી ગુજરાત રાજ્ય ના અલગ અલગ જિલ્લાઓ મા જેમાં દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા વિગેરે થી મોટરસાઈકલો ની ચોરીઓ કરી હોવાની હકીકત જણાવતા, નર્મદા LCB દ્વારા એમ.પી ઢેલવાની ખાતે કોમ્બિંગ કરી 8 જેટલી મોટરસાઈકલો પકડી પાડવામાં આવી હતી.

ચોરી ની રિકવર કરાયેલી મોટરસાઈકલો

(1) હોંડા સાઈન GJ 22 L 9908
(2) હોંડા સાઈન GJ 09 DB 3502
(3) હોન્ડા એક્સ બ્લેન્ડ GJ 15 DF 0962
(4) બજાજ એવેન્જર GJ 20 AP 7237
(5) હોંડા સાઈન GJ 22 K 5192
(6) હોન્ડા સાઈન GJ 19 DB 7634
(7) હોન્ડા સાઈન GJ 22 M 5017
(8) હીરો સ્પ્લેન્ડર GJ 22 K 5104

સમગ્ર ચોરી ના ભેદ ને ઉકેલવામાં કામગીરી કરનાર LCB નર્મદા ની ટિમ

શ્રી એ.એમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર LCB નર્મદા

(1) બી.જી વસાવા પો.સ.ઈ
(2) ASI પરસોત્તમભાઈ મગનભાઈ
(3) હે.કો કિરણભાઈ રાતીલાલભાઈ
(4) હે.કો વિજયભાઈ ગુલાબસિંગ
(5) હે.કો ક્રિષ્ના ભાઈ શંકરલાલ
(6)હે.કો અશોકભાઈ ભગુ ભાઈ
(7)હે.કો દુર્વેશ ભાઈ ચંપકભાઈ
(8)હે.કો રાકેશભાઈ કેદરનાથ
(9)હે.કો મુનિર ભાઈ બળવંત ભાઈ


Share to

You may have missed