November 24, 2024

વિદેશ મંત્રી એસ. જય શંકર દ્વારા દત્તક લીધેલ માલસામોટ ખાતે હેપ્પી ફેસીશ સંસ્થા દ્વારા EDI પ્રશિક્ષણ શિબિર નો શુભારંભ કરવામાં આવ્યો.

Share to





ભારત સરકારના વિદેશ મંત્રી અને રાજ્યસભા સાંસદ એસ. જય શંકર દ્વારા દત્તક લેવાયેલું નર્મદા જિલ્લાનું છેવાડાનું ગામ અને જ્યાં ગરીબ આદિવાસીઓના સર્વાંગી વિકાસ અને એમના હિતની ચિંતા કરતા વિદેશ મંત્રી એસ.જય. શંકરે દત્તક લીધેલ માલ સામોટ ગામના વિકાસ માટે હેપ્પી ફેસિસ સંસ્થા દ્વારા વિકાસના કાર્યોના શુંભારંભ કરવા માટે આજે માલસામોટ નારી શક્તિ કેન્દ્ર ખાતે 30 થી 40 બહેનોના પ્રશિક્ષણથી કરવામાં આવ્યો. જેમાં હેપ્પી ફેસીશ સંસ્થાના મુખ્ય સંચાલક રીટાબેન ભગતના શુભેચ્છા સંદેશથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.જેમાં બહેનો માટે રોજગારીની નવી તકો ઉભી થાય તે માટે સંસ્થા દ્વારા આગામી સમયમા કરવામાં આવનાર પ્રવૃત્તિઓની વિગતો આપવામાં આવી.. કાર્યક્રમમાં ભગિની સંસ્થા સેતુ સેવાના ડો..મહેશ પટેલ દ્વારા ખાસ કાર્યક્રમો સરકારના માલસામોટ માટે ઉપયોગી થશે અને કેવી રીતે પગભર કાયમી ધોરણે બેહનો બની શકે તે સમજાવામાં આવ્યું.


Share to

You may have missed