💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા તાજેતરમાં આવનાર *રમઝાન ઇદનો તહેવાર શાંતિપૂર્વક માહોલમાં યોજાય* તે માટે વાહન ચેકીંગ, હથિયારધારાના કેસો, પ્રોહિબીશન બૂટલેગરો ને ચેક કરી, પ્રોહીબિશનના કેસો, અટકાયતી પગલાઓ, માથાભારે અગાઉ પકડાયેલા રીઢા ગુંહેગારોને ચેક કરવા, વિગેરે સંબંધી કામગીરી કરવા *ખાસ ઝુંબેશ* રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને *સૂચનાઓ* કરવામાં આવેલ છે…._
💫 _રમઝાન ઇદનો તહેવાર શાંતિપૂર્વક માહોલમાં યોજાય, તે અનુસંધાને *જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા રમઝાન ઈદના તહેવારોમાં *અસામાજિક તત્વો દ્વારા કોઈ ગરબડી કરવામાં ના આવે તેમજ રમઝાન ઇદ હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં શાંતિના માહોલ વચ્ચે ઉજવાઈ તે માટે કાર્યવાહી* કરવા માટે આપેલ સૂચના આધારે જૂનાગઢ શહેરના વિસ્તારોમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ, બી, સી ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે *પોલીસ દ્વારા લેવામાં આવતા રોલકોલમાં માથાભારે ઇસમોને બોલાવીને ચેક કરવાનું* તથા રોલકોલમાં હાજર તમામ પોલીસ જવાનો તથા અધિકારીઓ રૂબરૂ વિસ્તારના માથાભારે ઇસમોને પોતાના નામ અને ક્યાં ક્યાં ગુન્હાઓમાં, કઈ કઈ જગ્યાએ પકડાયેલ અને હાલમાં પ્રવૃત્તિ શુ કરે છે..? તે બાબતે વિગતો એકત્રિત કરવાનું ચાલુ કરવામાં આવેલ છે…._
💫 _જૂનાગઢ જિલ્લામાં રમઝાન ઈદનો તહેવાર શાંતિપૂર્ણ પસાર થાય તે માટે *જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* ગુન્હેગારોને ચેક કરવાના *નવતર પ્રયોગ* આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.એસ.પટેલ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.જે.ગઢવી, બીલખા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.આર.વાજા, મેંદરડા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. કે.એમ.મોરી વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.એ.શાહ, ભેસાણ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. કે.એમ.ગઢવી તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં પો.સ.ઇ. પી.વી. ધોકડિયા દ્વારા *રોલકોલમા શહેર તથા જિલ્લા વિસ્તારના ભૂતકાળમાં ગંભીર ગુન્હાઓમા પકડાયેલ નામચીન અને માથાભારે આરોપીઓને રોલકોલમાં પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આ માથાભારે ઈસમો ક્યારે પકડાયેલ, ક્યાં ગુન્હામાં પકડાયેલ અને હાલમાં શું પ્રવૃત્તિ કરે છે..? તે વિગત માથાભારે ઈસમો પાસે જ બોલાવી, બાદમાં તમામ સ્ટાફને ઓળખ કરવામાં આવેલ. બાદમાં આ માથાભારે ઈસમો વિરૂદ્ધ ભૂતકાળમાં અટકાયતી પગલાં લેવાયેલ છે કે કેમ..? વિગેરે બાબતોની નોંધ કરી, અંતમાં આ તમામ અધિકારીઓ દ્વારા માથાભારે ઈસમોને મર્યાદામાં રહેવા તથા રમઝાન ઈદના તહેવાર દરમિયાન કે ત્યારબાદ કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિમાં નહિ પડવા અને ગુન્હાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા પોલીસની ભાષામાં સમજાવવામાં આવેલ* હતું. જરૂર જણાયે આવા ભૂતકાળમાં પકડાયેલા માથાભારે ઇસમોના અટકાયતી પગલાઓ લઈ, જામીન લેવડાવવા તજવીજ કરવામાં આવી હતી…._
💫 _જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા *અસામાજિક તત્વોને ચેક કરવા* માટે કરવામાં આવેલ આ *નવતર આયોજન* દરમિયાન *ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, મારામારી, ઘરફોડ ચોરી, જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલ માથાભારે ઈસમોને ચેક કરવામાં આવેલ* હતા. જેમાં *એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 12 આરોપીઓ, બી ડિવિઝન પોલીસ દ્વારા 05 આરોપીઓ, સી ડિવિઝન પોલીસ દ્વારા 10 આરોપીઓ સહિત તમામ પોલીસ સ્ટેશન દ્વારા મળી, કુલ આશરે 35 જેટલા માથાભારે ઈસમોને ચેક* કરવામાં આવેલ હતા…_
💫 _જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ *માથાભારે ઈસમોને ચેક કરવાનો નવતર પ્રયોગ અંગેની કાર્યવાહી રમઝાન ઈદની તહેવાર દરમિયાન સતત અને ત્યારબાદ પણ સમયાંતરે ચાલુ* રાખવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે…_
મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.