November 22, 2024

નર્મદા એસ.ઓ.જી પોલીસે જંગલમાં શિકારીઓનો પીછો કર્યો,પણ શિકારીઓ બંદૂક મૂકી ઊભી પૂંછડીએ નાસી છૂટયા,

Share to

શિકારીઓ બંદૂક ફેંકી ઊભી પૂંછડીએ નાસી છૂટતા 3 બંદૂક ઝડપી પાડતી નર્મદા SOG ની ટીમ,

નર્મદા જિલ્લા ના ડેડિયાપાડા તાલુકાના કાબરીપઠારના વિસ્તારના જંગલમાં શિકારીઓ શિકાર કરવા ગયેલ હોવાની બાતમી એસ.ઓ.જી પોલીસને મળતા નર્મદા જિલ્લાના એસ.ઓ.જી ની ટીમ જંગલમાં જતાંની સાથે શિકારીઓને ગંધ આવતાજ શિકારીઓ 3 બંદૂક અને બાઈક મૂકી ઊભી પૂંછડીએ ભાગ્યાં

જેસીંગ વસાવા ડેડીયાપાડા : નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવા પોલિસ વડા તરફથી અલગ અલગ પોલીસ ટીમોને સૂચના મળી હતી. આ સૂચનાઓને આધારે નર્મદા એસ.ઓ.જી પોલીસે ડેડીયાપાડા તાલુકાના જંગલ વિસ્તાર માંથી 3 બંદૂક ઝડપી પાડી હતી. શિકારીઓ નાસી છૂટતા એમને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના જંગલ વિસ્તારમાં અરવીંદ જયંતી વસાવા, દિલીપ નારસીંગ વસાવા, ધિરજ ગણપત વસાવા રહે.ગાજરગોટા તા.ડેડીયાપાડા તથા બીજા બે ઈસમોના કબજા માંથી ત્રણ હાથ બનાવટની સીંગલ બેરલ મઝલ લોડેડ બંદુકો લઈ શિકાર કરવા નીકળ્યા હોવાની ચોક્કસ પણે બાતમી નર્મદા એસ.ઓ.જી પીઆઈ કે.ડી.જાટ અને એમની ટીમને મળતા.આ બાતમીને આધારે તેઓ ડેડીયાપાડાના જંગલ વિસ્તારમાં શિકારીઓની શોધખોળ કરી રહ્યાં હતા, પોલીસ એમનો પીછો કરી રહી હોવાની ગંધ શિકારીઓને પડતાં શિકારીઓ 3 બંદૂક અને બાઈક મૂકી ઉભી પૂંછડીએ નાસી છૂટયા હતા.ત્યારે એસ.ઓ.જી પોલીસ ટીમે 3 બંદુકો 3,000/- રૂની તથા મોટર સાયકલ 30,000/- રૂ ની જપ્ત કરી શિકારી આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે,

રિપોર્ટર / જેસીંગ વસાવા ડેડીયાપાડા નર્મદા

#DNSNEWS


Share to