November 21, 2024

નેત્રંગ:પાણી પુરવઠા વિભાગ ની નલ સે જલ તક યોજના મા આદિવાસીઓ વિસ્તાર મા ચાલતી ગોબાચારી વાળી, કામગીરી ને લઇ નેત્રંગ ભોટનગર ગામના છેવાડે ના ફળીયા ની આદિવાસી મહિલાઓ ને હેન્ડ પંપ થી જ પાણી ઉલેચવાનો વારો.

Share to



*દુરદર્શી ન્યુઝ તા.૦૬-૦૪-૨૦૨૨ નેત્રંગ,

પાણી પુરવઠા વિભાગ ની નલ સે જલ તક ની યોજનાઓ ઠેરઠેર ગ્રામ્ય વિસ્તારો મા  પુર જોષ મા ચાલતી આ કામગીરીઓ મા બેરોકટોક  થઇ રહેલી ગોબાચારી ને લઇ આદિવાસી ગ્રામ્ય વિસ્તાર મા આ યોજના મોટે ભાગે ફેઇલ થઇ ગઇએલી હાલત મા જોવા મળી રહી છે.

           સરકાર માબાપ દ્રારા ગ્રામ્ય વિસ્તાર મા મહિલાઓ ની સુવિધા માટે પાણી પુરવઠા વિભાગ થકી પોત પોતના ધરે જ પાણી ની પાઇપ લાઇન થકી ધર આંગણે ફીટ કરેલ નળ માંથી સીધુ પાણી ભરી લેવાની યોજના અમલ મા મુકી છે.

જે આવકારવા દાયક છે. પહેલા ના સમય મા મહેનત મજુરી કરતી ગ્રામ્ય વિસ્તાર ની ગરીબ મહિલાઓ ને પોતાના તેમજ કુટુંબ માટે ન્હાવા થી લઇ ને ધર વપરાશ નુ પાણી ભરવા પહેલા કુવા પર કે હેન્ડ પંપ ફીટ કરેલ હોય ત્યા પાણી લેવા માટે પગે ચાલીને જવુ પડતુ હતુ. સરકારે નલ સે જલ તક યોજના અમલ મુકી આ ઝઝટમાથી છુટકારો આપવા નો હેતુ હતો પરંતુ આ યોજના શરૂ થઇ છે.

ત્યાર થી અધિકારીઓ, પદાધિકારીઓ. કોન્ટ્રાક્ટર ની મિલીભગત થી આ કામગીરી ની પાણી  ની પાઇપો લાઇનો જમીન મા યોગ્ય ઉડાયા નીચે ડાબવા થી લઇ ને અનેક પ્રકાર ની ગોબાચારી થતી હોવાને લઇ ને આ યોજના મોટા ભાગ ના ગામો મા ભર ઉનાળે શોભાના ગાંઠીયા સમાન થઇ પડી છે.

જેનો દાખલો નેત્રંગ તાલુકા ના ભોટનગર ગામે નલ સે જલ તક યોજના અમલ મા આવી છે. પરંતુ ગામના છેવાડાના ફળીયા ના લોકો ને આ યોજના મા થયેલ ભારે ગોબાચારી ભ્રષ્ટાચાર ને લઇ નસીબ થઇ નથી.

આજ ની તારીખ મા આદિવાસીઓ મહિલાએ હેન્ડ પંપ હલાવી પીવાના તેમજ ધર વપરાશ નુ પાણી ઉલેચવુ પડી રહ્યુ છે.

આઝાદી કા અમૃત મહોત્સવ દિવસો ચાલી રહ્યા છે. ત્યારે પછાત આદિવાસી વિસ્તાર મા સરકારી કામોમા ચાલતી ભારે ગોબાચારી અને ભ્રષ્ટાચાર ને લઇ પાછલી સરકારો ના રાજ મા જે હાલત હતી. તેવીજ હાલત હાલમા પણ ભોગી રહ્યા નુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.

 સરકાર માબાપ થકી ચાલતી આ નલ સે જલ તક યોજનાની કામગીરીઓ મા ચાલતા ભ્રષ્ટાચાર બાબતે સાચી દાનત થી તપાસ કરાવે તો ફક્ત નેત્રંગ તાલુકા માથી જ મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.



*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed