November 21, 2024

ચેકીંગ ના નામે અવાર નવાર સસ્તા અનાજ દુકાન ધારકો ને હેરાન કરતા સરકારી બાબુઓ કોણ??? શું જિલ્લા કલેકટર આ બાબતે તપાસ કરશે??

Share to

ઈકરામ મલેક (રાજપીપળા) : મળતી માહિતી મુજબ રાજપીપળા સહિત નાંદોદ તાલુકામાં આવેલી કેટલીક સસ્તા અનાજ ની દુકાનો પર પુરવઠા વિભાગ ના બાબુઓ દ્વારા અવાર નવાર ચેકીંગ ના નામે હેરાનગતિ કરાતી હોવાની બુમો ઉઠવા પામી છે ત્યારે અમુક ચોક્કસ દુકાનદારો ને જ ટાર્ગેટ કેમ બનાવાઈ છે તેવા સવાલો હાલ ઉઠ્યા છે.

 આમતો સરકારે રેશનકાર્ડ પર અપાતી વસ્તુઓ ની સંખ્યા અને પ્રમાણ ઓનલાઈન કરી આપેલ હોય તો હવે પુરવઠા વિભાગ ના અધિકારી ઓ ની ભૂમિકા નામ માત્ર રહેવા પામી હોય, હવે અવાર નવાર ચેકીંગ શેનું કરવામાં આવે છે તેવા સવાલ ઉઠ્યા છે ત્યારે કેટલાકનું કહેવું એવું પણ છે કે કોઈ દુકાનદાર વિરુદ્ધ ગ્રાહકે ફરીયાદ કરી હોય તો સ્વાભાવિક તેનું ચેકીંગ થાય પરંતુ વગર વાંકે અને બધું જ ઓનલાઈન હોવા છતાં આવી ખોટી હેરાનગતિ કેમ અને કોના ઈશારે થઈ રહી છે.?અમુક જ દુકાનમાં દર મહિને એક કે બે વખત ચર્કિંગ કરવા પાછળ નો હતું શુ હશે. ? તેવા સવાલ હાલ ઉઠ્યા છે, શું જિલ્લા કલેકટર આ બાબતે તપાસ કરશે ??

● જોકે આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણે જણાવ્યું કે હા આ વાત મારા પણ ધ્યાને આવી છે,હું આ બાબતે કલેકટર નું ધ્યાન દોરીશ આમ તો અધિકારીઓ સરપ્રાઈઝ ચેકીંગ ગમે ત્યારે કરી શકે છે પરંતુ વારંવાર ચેકીંગની વાત જાણવા મળતા હું કલેકટર સાથે આ બાબતે ચર્ચા કરીશ.


Share to

You may have missed