દેશભરમાં સંવેદન શીલ સરકારના નારા લગાવતી સરકારને જેતપુર તાલુકાનાં કેરાળી ગામની શાળાના બાળકોની વ્યથા સાંભળાતી નથી. ગામના ગરીબ 147 બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આઝાદી પૂર્વેની 1947 નાં વર્ષમાં બાંધેલી સ્કૂલ જૂના જર્જરિત મકાનમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરતાં હોવાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જેતપુર તાલુકાના કેરાળી ગામ ની પ્રાથમિક શાળા જર્જરિત થઇ ગઇ છે. શાળાના આઠ ઓરડા જર્જરિત અવસ્થા માં છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળાની દયનિય સ્થિતિ જોતાં વાલીઓ પણ ચિંતિત બન્જયા છે.જર્જરિત શાળાના ઓરડાને તોડી નવા ઓરડા બનાવવા વાલીઓ માગ કરી રહ્યા છે.શાળાના ઓરડાની જર્જરીત હાલત જેતપુરની કેરાળી ગામની પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણમાં 147 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે શાળાના બધા ઓરડા જર્જરિત અવસ્થામાં છે.ઓરડાની હાલત એટલી દયનિય છે કે વર્ગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ગમે ત્યારે અઘટિત ઘટના ઘટી શકે છે.
સેન્ટીંગના સળિયા પણ તુટી ગયા.
શાળા જર્જરિત હોવા ના કારણે છતમાં મોટા ગાબડાં પડી ગયા છે તેમજ સળિયા પણ દેખાઇ રહ્યા છે. આમ તો આખી શાળામાં આ પરિસ્થિતી છે. શાળાની આવી સ્થિતીમાં વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
શાળાના બાળકોના સુરક્ષાને ધ્યાને લઈ પ્રાથમિક શાળાના શિક્ષકો નાના ભૂલકાઓને શાળાના પરિસરમાં ખુલ્લા આકાશ નીચે ભણાવી રહ્યા છે .બાળકોમાં પણ જર્જરિત થઈ ગયેલા ઓરડાઓની હાલત જોઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શાળાના શિક્ષકો અને બાળકો પણ વહેલી તકે શાળાનું નવું મકાન બને તેવી માંગ કરી રહ્યા છે.
એક વર્ષથી ગ્રામજનોએ રજૂઆત કરી
છેલ્લા એકાદ વર્ષથી શાળાની આ જર્જરિત હાલત અંગે શાળા ના સ્ટાફ ની સાથે સ્થાનિક ગ્રામજનોએ પણ સ્થાનિક કક્ષાએ અને જિલ્લા પંચાયત સુધી રજૂઆતો કરી હતી અને ઓરડાઓ જર્જરિત હોવાની લેખિત રજૂઆત આપી હતી.તેમ છતાં કોઇ કાર્યવાહી નહીં થતાં આખરે બાળકોએ જીવને જોખમમાં મુકવા મજબુર થવું પડ્યું છે.
શાળાએ ખોલી સરકારી દાવાઓની પોલ
આમ દર વર્ષે શાળા પ્રવેશોત્સવ ,ગુણોત્સવ, સર્વ શિક્ષા અભિયાન સહિત શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક અભિયાનો ચલાવવામાં આવે છે અને દર વર્ષે શાળામાં આધુનિક અને ગુણવત્તાસભર શિક્ષણ માટે સાધન સામગ્રી પાછળ લાખોનો ખર્ચ પણ કરે છે.સાથે શાળાના મકાન સહિત ની ભૌતિક સુવિધાઓ માટે બજેટમાં પણ મોટી જાહેરાતો થાય છે.પરંતુ વાસ્તવિકતા શું છે ? એ રાજ્યના આવી અનેક શાળાઓ સરકારી દાવાઓની પોલ ખોલી રહી છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો